સોનામાં આજે સામાન્ય કારોબાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે ફેડ દ્વારા કરવામાં આવ્યા આવેલા અડધા ટકાના વ્યાજદર બાદ કિંમતોમાં એક ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો દબાણમાં આવી ગયા છે. પરંતુ એમસીએક્સ પર સામાન્ય વધારો છે.
ચાંદીમાં આજે ઉછાળો યથાવત્ છે. સ્થાનિક બજારમાં અડધા ટકાના ઉછાળા સાથે ચાંદીમાં કારોબાર છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સવા ટકાનો ઉપરની ઉછાળો છે.
મેટલમાં આજે પણ સતત તેજી જોવા મળી છે. કોપર એક અઠવાડિયાના ઉપલા સ્તરે પહોંચતું જોવા મળ્યું છે. આજે સૌથી વધારે ઉછાળો કોપરમાં જ જોવા મળ્યો છે. કોરોના વાયરસ અન્ય દેશમાં ફેલાયો હોવાથી ચિંતા વધી છે.
ક્રૂડ ઓઈલમાં આજે પણ ઉછાળો આવ્યો છે. બ્રેન્ટના ભાવ 52.50 ડોલરની ઉપર છે. G-7 દ્વારા કોઈપણ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આવતી કાલે OPECની બેઠક છે તે પહેલા ઉછાળો આવ્યો છે. સ્થાનિક બજારમાં પણ સવા બે ટકાનો ઉછાળો આવ્યો છે.
નેચરલ ગેસમાં આજે સામાન્ય દબાણ છે.
આજે ખાદ્યતેલમાં આવ્યો ઉછાળો. CPOમાં આજે 3 ટકાની તેજી છે. મેન્થાતેલમાં પણ એક ટકાનો વધારો થયો છે. સોયાતેલમાં પણ સવા એક ટકાનો ઉછાળો છે. સોયાબિનમાં પણ એક ટકાનો ઉછાળો છે. કપાસિયા ખોળમાં ફરી આજે ત્રણ ટકાની તેજી આવી છે. એરંડા અને ચણામાં તેજી છે. ધાણામાં પણ ઉછાળે છે પરંતુ જીરું અને હળદરમાં ઘટાડો આવ્યો છે. ગુવાર ગમમાં ઉછાળો આવ્યો છે અને ગુવાર સીડ પણ વધેલા છે.