સોનામાં આજે ઉછાળો છે. ગઈકાલે વૈશ્વિક બજારમાં આવેલા વેચવાલી બાદ રાતોરાત વૈશ્વિક બજારમાં સોનું 2 ટકા જેટલું વધ્યું હતું. સ્થાનિક બજારમાં પણ આજે ઉછાળો છે અને MCX પર સોનાએ નવા રેકોર્ડ બનાવ્યા છે. 44500ની ઉપર સોનના ભાવ પહોંચી ગાય છે. ચાંદીમાં આજે ઘટાડો આવ્યો છે.
બેઝ મેટલ્સમાં આવ્યું દબાણ. સતત 5 દિવસની તેજી બાદ આજે આવી વેચવાલી. ઉપરના સ્તરેથી તમામ બેઝ મેટલ્સમાં દબાણ આવ્યું છે. નિકલ અને લેડમાં સૌથી વધારે આજે દબાણ જોવા મળ્યું છે.
ક્રૂડ ઓઈલમાં આજે દબાણ છે. બ્રેન્ટ ભાવ 50 ડોલરની નીચે સરકી ગયા છે. OPECની બેઠકનો આજે નિર્ણય આવવાનો છે. OPEC દ્વારા 15 લાખ બેરલનો કાપ મૂકવામાં આવી શકે છે. જો કે આ અંગે હાલ વાદવિવાદ ચાલી રહ્યા છે.
નેચરલ ગેસમાં ફરી આજે દબાણ છે. 2 ટકાથી વધારેનું દબાણ છે.
આજે એનડીસીઈએક્સ પર કપાસિયા ખોળમાં દબાણ છે. કપાસિયા ખોળમાં આજે બે ટકાને પારની તેજી છે અને તેના ભાવ 3 અઠવાડિયાના ઉપલા સ્તરે પહોંચી ગયા છે. આ જ અઠવાડિયે તેમાં 16.50 ટકાનો ઉછાળો આવ્યો છે. ગુવાર ગમ અને ગુવાર સીડમાં તેજી પર બ્રેક પર લાગી છે. સોયાબિનમાં પણ આજે ઉછાળો આવ્યો છે. એરંડામાં ઉછાળો છે. પરતું ધાણા, જીરા અને હળદરમાં આજે દબાણ છે.