સાઉદી અરબે કિંમતોમાં ઘટાડો કર્યો હોવાથી અને OPEC અને રશિયામાં ઉત્પાદન કાપ પર સંમતી ન બનવા પર એમસીએક્સ પર ક્રૂડની કિંમતોમાં લગભગ 12 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે બ્રેન્ટના ભાવ 30 ટકા ઘટ્યા, જે 1991 બાદથી સૌથી મોટો ઘટાડો છે. ઉત્પાદન કાપ પર સંમતી ન બન્યા બાદ સાઉદી અરબ અને રશિયા વચ્ચે પ્રાઈઝ વૉર છેડાઈ ગઈ છે. આ બધાની વચ્ચે ગોલ્ડમેન સૅશ મુજબ બ્રેન્ટ $20 સુધી તૂટી શકે છે.
નેચરલ ગેસમાં 8 ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 120ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
ચાઈનાના નબળા આંકાડાઓ અને નબળી માગના કારણે બેઝ મેટલ્સની કિંમતો પર દબાણ રહ્યું, એમસીએક્સ પર નિકલની કિંમતો સૌથી વધારે 4 ટકાનો ઘટાડો રહ્યો, કોપર અને ઝીંકમાં પણ લગભગ 2 ટકાની નરમાશ જોવા મળી રહી છે. સાથેજ એશિયા, યુરોપ અને USમાં કોરોના વાઈરસની અસર રહેતા બેઝ મેટલ્સમાં ચારેબાજુએથી ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક બજારમાં સોનામાં દબાણ રહ્યું, જોકે ભાવ હજુ પણ 43 હજારની ઉપર દેખાઈ રહ્યા છે, જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો લગભગ અડધા ટકા તૂટતી જોવા મળી.
સ્થાનિક બજારમાં ચાંદીમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો, તો વૈશ્વિક બજારમાં પણ 2 ટકાની નરમાશ જોવા મળી રહી છે.