US શેલ પોતાના ઓઈલ ઉત્પાદન આઉટપુટમાં કાપની આશંકા વચ્ચે NYMEX ક્રૂડમાં 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં ક્રૂડમાં 4 ટકાની તેજી જોવા મળી, તો બ્રેન્ટમાં 38 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. આ સાથે જ સાઉદી અરામકો એપ્રિલમાં 12.3 mbpd રેકોર્ડ ઓઈલ સપ્લાય કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.
નેચરલ ગેસમાં 1 ટકાની તેજી આવતા MCX પર ભાવ 143ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે ચાઈનામાં વાઈરસના કારણે કોપરના ઉત્પાદન અને માગ પર અસર રહેતા LME અને શંઘાઈ એક્સેન્જ પર દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
USમાં નાંણાંકીય વૃદ્ધિની આશંકાના કારણે વૈશ્વિક બજારમાં સોનામાં દબાણ જોવા મળ્યું, જ્યારે સ્થાનિક બજારમાં મામુલી તેજી રહેતા કિંમતો 43 હજારની ઉપર જોવા મળી. તો બીજી તરફ SPDR ગોલ્ડ હોલ્ડિંગમાં પણ વધારો નોંધાયો છે.
સ્થાનિક બજારમાં ચાંદીમાં અડધા ટકાની તેજી જોવા મળી, જ્યારે વૈશ્વિક બજારમાં એક ટકાની તેજી સાથે 17 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ચણામાં એક ટકાની તેજી જોવા મળી, એરંડામાં પણ અડધા ટકાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે, તો મસાલા પેકમાં ધાણામાં અડધા ટકાનું દબાણ, એલચીમાં એક ટકાનો ઘટાડો, પણ રાઈ અને હળદરમાં સારી મજબૂતી જોવા મળી, સાથે જ કૉટન અને કપાસીયા ખોળમાં પણ તેજી છે, જ્યારે ગુવાર ગમમાં લગભગ 2 ટકાનું દબાણ નોંધાયું, જ્યારે ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબીનમાં પણ સારી રિકવરી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.