શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 18 પૈસા નબળો રહેતા 74.22 પ્રતિ ડૉલરની સરખામણીએ 74.40 પ્રતિ ડૉલરના સ્તર જોવા મળ્યા, જોકે ત્યાર બાદ રૂપિયામાં હાલ 74ના સ્તર જોવા મળી રહ્યા છે.
સપ્લાય અને માગની ચિંતા વચ્ચે કાચા તેલમાં ગઈકાલે લગભગ 8%નો ઘટાડો નોંધાયો, બ્રેન્ટની કિંમત 32 ડૉલરની પાસે પહોંચી, જોકે સ્થાનિક બજારમાં મામુલી મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે ડિસેમ્બર 2008 બાદથી ક્રૂડ ઓઈલનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, આ સાથે જ યુરોપ પર પ્રતિબંધના કારણે 600,000 bpd ફ્યુલ માગમાં પણ ઘટાડો નોંધાયો છે.
નેચરલ ગેસમાં મામુલી ઘટાડો આવતા MCX પર ભાવ 138ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.
US લિક્વિડિટીમાં વધારાથી સોનામાં વેચવાલીનું દબાણ વધ્યું, કૉમેક્સ પર સોનામાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા ઘટ્યા.
વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ વધતા ભાવ 15 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, સાથે જ સ્થાનિક બજારમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો દેખાઈ રહ્યો છે.
વૈશ્વિક ઇક્વિટી બજારોમાં વેચવાલીના કારણે બેઝ મેટલ્સ પર દબાણ યથાવત્ છે, કોપરની કિંમતો લગભગ 1 ટકા ઘટતા 3 વર્ષના નીચલા સ્તરે પહોંચી, બાકી મેટલ્સમાં પણ દબાણ નોંધાયું, તો યુરોપ પર USના ટ્રાવેલ પ્રતિબંધના કારણે બેઝ મેટલ્સની ચાલ બગડતી દેખાઈ રહી છે.