આવનારા વર્ષથી માર્જિનમાં સુધારો જોવા મળશે: આઈટીડી સિમેન્ટેશન - margin will see improvement from next year itd cementation | Moneycontrol Gujarati
Get App

આવનારા વર્ષથી માર્જિનમાં સુધારો જોવા મળશે: આઈટીડી સિમેન્ટેશન

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનનો નફો 68.6 ટકા ઘટીને 10.6 કરોડ રૂપિયા થઇ ગયો છે.

અપડેટેડ 07:04:39 PM Mar 11, 2020 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનનો નફો 68.6 ટકા ઘટીને 10.6 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનનો નફો 33.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનની આવક 10.4 ટકા વધીને 707.3 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનની આવક 640.5 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનના એબિટડા 85.3 કરોડ રૂપિયાથી વધીને 64.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં આઈટીડી સિમેન્ટેશનના એબિટડા માર્જિન 13.3 ટકાથી ઘટીને 9.1 ટકા રહી છે.

    પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા આઈટીડી સિમેન્ટેશનના સીએફઓ, પ્રસાદ પટવર્ધનએ કહ્યું છે કે રૂપિયા 550 કરોડનો મરિન કોનટરેકટ મળ્યો છે. આવનારા વર્ષથી માર્જિનમાં સુધારો જોવા મળશે. પ્રોજેક્ટ આવનારા 2 વર્ષમાં પુર્ણ થઇ જશે. આવક ગ્રોથ 10 ટકા પર રહી શકે છે. આવનારા વર્ષમાં માર્જિન અને આવક બન્નેમાં સુધારો દેખાશે.

    પ્રસાદ પટવર્ધનનું કહેવુ છે કે કુલ ઓર્ડરબુક રૂપિયા 12500 કરોડનું છે. મુંબઇ-અમદાવાદ મેટ્રોનું પ્રોજેક્ટ પણ મળશે. કોલકત્તા મેટ્રો માટે ફેબ્રુઆરીમાં HCથી ઓર્ડર મળી ગયો હતો. કોલકત્તા મેટ્રોનું કામ હાલ સારૂ ચાલી રહ્યું છે. કોલકત્તા મેટ્રોનું પ્રોજેકટ માર્ચ 2020 સુધીમાં પુર્ણ થઇ જશે. 2021 સુધીમાં મુંબઇ મેટ્રોનું પ્રોજેકટ પણ પુર્ણ થઇ જશે.


    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 11, 2020 1:39 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.