મારૂતિના ફેબ્રુઆરી ઑટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યાં હતા. કંપનીના ED, શશાંક શ્રીવાસ્તવે નેટવર્ક સાથેની ચર્ચામાં જણાવ્યું કે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં માગમાં ઘટાડો જોવા મળ્યો છે. COVID-19ના કારણે સપ્લાય અને પ્રોડક્શનમાં કોઇ અસર જોવા નથી મળી. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રુઆરી વેચાણ નેગેટિવ રહ્યું હતું. BS-IVમાંથી BS-VI બદલાવની વેચાણ પર અસર જોવા મળી. રૂરલ સેન્ટિમેન્ટ્સમાં સુધાર જોવા મળ્યો. ગ્રામિણ વેચાણના 36%થી હાલ 38% પર રહ્યું.