મની મેનેજર: કઇ રીતે અન્ડર પરફોર્મિંગ ફંડને ઓળખવા? - money manager how to identify an underperforming fund | Moneycontrol Gujarati
Get App

મની મેનેજર: કઇ રીતે અન્ડર પરફોર્મિંગ ફંડને ઓળખવા?

આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.

અપડેટેડ 08:46:46 PM Feb 07, 2022 પર
Story continues below Advertisement

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું કઇ રીતે અન્ડર પરફોર્મિંગ ફંડને ઓળખવા? ક્યારે કરવું ફંડમાંથી એક્ઝિટ? દર્શકોનાં સવાલ.

પાછલા થોડા સમયથી આપણે માર્કેટમાં ઘણી વોલેટાલટી જોઇ રહ્યાં છે, અને જે રોકાણકારે પાછલા થોડા વર્ષમાં જ રોકાણની શરૂઆત કરી છે તેમને હાલ તેમના ફંડનાં દેખાવ ખરાબ દેખાઇ રહ્યાં છે, આ સમયે ઘણા લોકો ફંડમાંથી બહાર નીકળવાનું વિચારે છે પણ શું ખરેખર તમે કરેલુ રોકાણ અંડરપરફોર્મિંગ ફંડ છે?

કઇ રીતે નકકી કરવું કે આ ફંડમાંથી બહાર નીકળવાની જરૂર છે? તમારા આ તમામ સવાલનાં જવાબ આજના મની મૅનેજરમાં મેળવીશું અને આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.

ગોલ નજીક હોય ત્યારે ઇક્વિટીમાંથી ડેટમાં રોકાણ ખસેડવા છે. તમારા ફંડનો દેખાવ સારો હોય અને તમારા ગોલની રકમ આવી ગઇ હોય તો. જો તમારી પાસે એક કેટગરીમાં વધુ સ્કીમ હોય તો અમુકમાંથી બહાર આવો છે. કોઇ પણ નિર્ણય પહેલા ફંડનો 1.5 થી 2 વર્ષનો દેખાવ ચકાસો છે. ફંડનો દેખાવ રિસ્ક-રિટર્ન રેશિયો પ્રમાણે ચકાસો છે.

સ્કીમનો દેખાવ અર્થતંત્ર અને માર્કેટની સ્થિતી પ્રમાણે જુઓ. જેતે સ્કીમનો દેખાવ જે તે કેટેગરીની સ્કીમ સાથે સરખાવો છે. ફંડમેનેજર સ્કીમનાં ફંડામેન્ટલ જાળવે છે કે નહી તે જોવુ. અચાનક જાતે જ સ્કીમથી બહાર આવવાનાં નિર્ણયો ન લેવા. નાણાંકીય નિર્ણય લેતા પહેલા નાણાંકીય સલાહકારની સલાહ લો છે.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 05, 2019 5:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.