મર્સિડીઝ બેન્ઝે GLC કૂપેનું નવું અવતાર લૉન્ચ કરી દીધું છે. નવી GLC કૂપેની ખાસિયત છે કે આ પહેલાથી વધુ સ્પોર્ટી થવાની સાથે આમાં અનેક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ આના બે વેરિયેન્ટ ઉતાર્યા છે. GLC કૂપે 300 પેટ્રોલની કિંમત 62 લાખ 70 હજાર રૂપિયા અને GLC 300D ડીઝલની કિંમત 63 લાખ 70 હજાર રૂપિયા છે.