એક બીજો આઈપીઓમાં પૈસા લગાવાની જબરદસ્ત તક, દરેક નાની-મોટી વાત જાણો મેનેજમેન્ટ પાસેથી
Popular Vehicles & Servicesનો IPO આજે એટલે કે 12 માર્ચથી ખુલ્યો છે. જ્યારે તેની છેલ્લી તારીખ 14 માર્ચ છે. કંપનીના મેનેજમેન્ટે સીએનબીસી-આવાઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
ચાલૂ નાણાકીય વર્ષ એટલે કે 2023-24 ભારતીય શેર બજાર માટે શાનદાર રહ્યું છે. આ સમગ્ર વર્ષ સતત કોઈને કોઈ કંપનીના આઈપીઓ લૉન્ચ થયા હતા. હવે આ નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં પણ ઘણી કંપનીઓ તેમના IPO લૉન્ચ કરી રહી છે. આ દરમિયાન તામિલનાડુ, કેરળ અને કર્ણાટક બેસ્ડ ઓટોમોબાઈલ રિટેલર કંપની પૉપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસ (Popular Vehicles & Services)નો આઈપીઓ પણ આજથઈ ખુલ્યો છે.
Popular Vehicles & Servicesનો આઈપીઓ આજથી એટલે કે 12 માર્ચથી ખુલ્યો છે. જ્યારે તેની છેલ્લી તારીખ 14 માર્ચ છે. કંપનીના આ ઈશ્યૂનો 50 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને 15 ટકા નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
કંપનીના આઈપીઓનું સાઈઝ
2022-23માં કંપનીની આવકમાં 40.42 ટકાનો વધારો થયો છે. જ્યારે તેના પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT)માં 90.31 ટકાનો જોરદાર વધારો જોવ મળ્યો છે. આ આઈપીઓ લૉન્ચિંગ માટે કંપનીએ 280 - 295 રૂપિયાની વચ્ચે પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે. તેમાં 250 કરોડ રૂપિયાના શેર્સનો ફ્રેશ ઈશ્યૂ છે. જ્યારે 351.55 કરોડ રૂપિયાની ઑફર ફૉર સેલ (OFS) છે.
ઈનવેસ્ટર્સ ઑટોમોબાઈલ રિટેલર કંપનીના આ ઈશ્યુમાં ઓછામાં ઓછા 50 શેરના લૉટમાં અને ત્યારબાદ તેના મલ્ટીપલ્સમાં આપ્લાઈ કરી શકે છે. કંપનીના પ્રમોટર્સમાં ઝૉનના પૉલ, ફ્રાન્સિસ કે પૉલ અને નવીન ફિલિપ શામેલે છે. LinkIntime આ આઈપીઓ માટે રજિસ્ટ્રાર છે. જ્યારે ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને સેન્ટ્રમ કેપિટલ લિમિટેડ છે.
શું કરે છે કંપની?
પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસેજ લિમિટેડ ભારતમાં ઑટોમોટિવ ડીલરશીપ સેક્ટરમાં કામ કરે છે. તે નવા અને જુના બન્ને પ્રકારના વ્હીકલ્સને સેલ, સર્વિસિંગ, સ્પેયર પાર્ટ ડિસ્ટ્રીબ્યૂશન, ડ્રાઈવિંગ સ્કૂલ અને થર્ડ પાર્ટી ફાઈનાન્શિયલ એન્ડ ઈન્શ્યોરેન્સ પ્રોડક્ટ સહિત વહાનોથી સંબંધિત સર્વિસેઝ પ્રોવાઈડ કરે છે.
ક્યારે થશે અલૉટમેન્ટ અને લિસ્ટિંગ?
કંપનીના શેર્સનો અલૉટમેન્ટ શુક્રવાર (15 માર્ચ) સુધી થઈ શકે છે. જ્યારે કંપનીના શેર્સ આગામી હફ્તે મંગળવાર (19 માર્ચ)એ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીનો શેર આજે ગ્રે માર્કેટમાં 27 રૂપિયાના પ્રીમિયમ પર અવેલેબલ છે.