Addictive Learning Technology IPO ખુલતા પહેલા જ તેજીમાં, પ્રાઈઝ બેન્ડ 140 રૂપિયા, 19 જાન્યુઆરીથી રોકાણની તક | Moneycontrol Gujarati
Get App

Addictive Learning Technology IPO ખુલતા પહેલા જ તેજીમાં, પ્રાઈઝ બેન્ડ 140 રૂપિયા, 19 જાન્યુઆરીથી રોકાણની તક

Addictive Learning Technology IPO: તે એક એઝ્યુકેશન ટેક્નોલૉજી પ્લેટફૉર્મ છે, જે અપસ્કિલિંગ અને કારિયર સેર્વિસેઝ પ્રદાન કરે છે. પ્રમોટર્સ રામાનુજ મુખર્જી અને અભ્યુદય સુનીલ અગ્રવાલ છે અને તેઓ કંપનીમાં હાલમાં ભાગીદારી 92.27 ટકા છે.

અપડેટેડ 10:47:07 AM Jan 15, 2024 પર
Story continues below Advertisement

Addictive Learning Technology IPO: એસએમઈના એડિક્ટિવ લર્નિંગ ટેક્નોલૉજી તેનો આઈપીઓ 19 જાન્યુઆરીએ ઓપન કરી રહી છે. કંપનીનો લૉસીઓ (LawSikho)ના નામથી પણ ઓળખાય છે. તે એક એઝ્યુકેશન ટેક્નોલૉજી પ્લેટફૉર્મ છે, જે અપસ્કિલિંગ અને કારિયર સેર્વિસેઝ પ્રદાન કરે છે. Addictive Learning Technology મુખ્ય રૂપથી સીનિયર અને મિડ કરિયર પ્રોફેશનલ્સના માટે છે. જો કે તેના અમુક કોર્સ યંગ પ્રોફેશનલ્સ માટે પણ છે. કંપનીના 60.16 કરોડ રૂપિયાના પબ્લિક ઈશ્યૂ માટે પ્રાઈઝ બેન્ડ 130-140 રૂપિયા પ્રતિ શેર છે.

રોકાણ 1000 શેરોના લૉટ સાઈઝમાં બોલી લગાવી શકે છે. ઈશ્યૂના હેઠળ 57.92 કરોડ રૂપિયાના 41.37 લાખ નવા શેર રહેશે અને 2.24 કરોડ રૂપિયાનો 1.6 લાખ શેર વાળા ઑફર ફૉર સેલ રહેશે. આઈપીઓ 23 જાન્યુઆરીએ ક્લોઝ થશે. આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર Narnolia Financial Services Ltd છે અને રજિસ્ટ્રાર Maashitla Securities Private Limited છે.

કેટલો ભાગ રિઝર્વ


આઈપીઓના 50 ટકા ભાગ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 35 ટકા ભાગ રિટલે રોકાણકારો માટે અને 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટીટ્યૂશનલ માટે રિઝર્વ છે. Addictive Learning Technologyના પ્રમોટર્સ રામાનુજ મુખર્જી અને અભ્યુદય સુનીલ અગ્રવાલ છે. પ્રમોટર્સની કંપનીમાં વર્તમાનમાં ભાગીદારી 92.27 ટકા છે. Addictive Learning Technologyના શેરNSE SME પર 29 જાન્યુઆરીએ લિસ્ટિ થશે.

3 બ્રાન્ડ્સના હેઠળ કોર્સની રજૂઆત

LawSikho, વ્યક્તિઓને તેના સ્કિલ્સને આગળ વધવામાં મદદ કરવા માટે કોર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ ઉપલબ્ધ કરે છે. કંપની 3 અલગ-અલગ બ્રાન્ડ્સ- લૉસીખો, સ્કિલ આર્બિટ્રેઝ અને ડેટાઈઝગુડના હેઠળ કાયદા, ફાઈનાન્સ, કંપ્લાયન્સ, હ્યુમન રિસોર્સેઝ, બિઝનેસ કંસલ્ટિંગ, આર્ટિફીશિયલ ઈન્ટેલીઝેન્સ, કંટેન્ટ રાઈટિંગ અને ડેટા સાઈન્સને કવર કરે છે. કંપની ઈન્ટરનેશનલ બાર એગ્જામ કોર્સેઝની પણ રજૂઆત કરે છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર અપર પ્રાઈઝ બેન્ડ પર 125 રૂપિયા અથવા 89.29 ટકાની સાથે ટ્રેડ કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 15, 2024 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.