Apeejay Surrendra Park Hotels IPO: એક તરફ આઈપીઓથી પૈસા કમાવવાની તક, ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમ લિસ્ટિંગના સંકેત | Moneycontrol Gujarati
Get App

Apeejay Surrendra Park Hotels IPO: એક તરફ આઈપીઓથી પૈસા કમાવવાની તક, ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમ લિસ્ટિંગના સંકેત

Apeejay Surrendra Park Hotels IPOમાં પૈસા લગાવાનો અંતિમ સમય 7 ફેબ્રુઆરી સુધીનો છે. આઈપીઓ માટેની ફાઈનલ અલૉટમેન્ટ 8 ફેબ્રુઆરીએ થશે.

અપડેટેડ 05:23:27 PM Feb 06, 2024 પર
Story continues below Advertisement

Apeejay Surrendra Park Hotels નો IPO 5 ફેબ્રુઆરીએ સબ્સક્રીપ્શન માટે ખુલ્યો છે. રોકાણકારો 7મી ફેબ્રુઆરી સુધી સબસ્ક્રાઇબ કરી શકશે. IPO માટેની ફાઈનલ અલૉટમેન્ટ 8 ફેબ્રુઆરીએ થશે. 12 ફેબ્રુઆરીએ આ કંપનીનું લિસ્ટિંગ NSE અને BSE પર થવાનું છે. માર્કેટ એનાલિસ્ટના અનુસાર, નોન-લિસ્ટેડ માર્કેટમાં પાર્ક હોટલ્સ માટે વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમ 70 રૂપિયા છે.

ભારતના હોટેલ ઈન્ડસ્ટ્રીમાં પાર્ક હોટેલ્સ 8મી સૌથી મોટી કંપની છે. તેની બ્રાન્ડની સીરીઝમાં ધ પાર્ક, ધ પાર્ક કલેક્શન અને ઝોન બાય પાર્ક સહિત ઘણા મોટા નામો સામેલ છે. કંપનીના પોર્ટફોલિયોમાં માર્ચ 2023 સુધીમાં 80 રેસ્ટોરાં, નાઈટ ક્લબ અને બારનો સમાવેશ થાય છે.

આઈપીઓના વિશેમાં


આ ઈશ્યૂમાં 600 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈક્વિટી ઈશ્યુ અને 320 કરોડ રૂપિયાની ઑફર ફૉર સેલ (OFS) સામેલ છે. Apeejay Surrendra Park Hotels IPO માટે પ્રતિ શેર 147- 155 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. રોકાણકારો 1 લૉટમાં 96 શેર અને ત્યારબાદ તેના મલ્ટીપલ્સમાં બોલી લગાવી શકે છે. આ ઑફરને લગભગ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે, 10 ટકા રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અને 15 ટકા નૉન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે રિઝર્વ છે. આ આઈપીઓથી પ્રાપ્ત ઈનકમનો ઉપયોગ કંપની લોન ચુકવા અન અન્ય સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યો માટે કરશે

જેએમ ફાઇનાન્શિયલ, એક્સિસ કેપિટલ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર તરીકે કામ કરશે.

કંપનીની નાણાકીય સ્થિતિ જાણો.

નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં કંપનીએ 14 ટકા આવક ગ્રોથ દર્જ કર્યો છે, જે 272 કરોડ રૂપિયા છે. ટેક્સ બાદ પ્રૉફિટ 24 ટકા વધીને 22.9 કરોડ રૂપિયા રહ્યા છે. ભારતની હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં સપ્ટેમ્બર 2023 થી નાણાકીય વર્ષ 2027 સુદી તમામ સેગમેન્ટમાં 8.6 ટકા કુલ CAGR ગ્રોથની આશા છે.

FY27 થી લગભગ 25 ટકા નવા સપ્લાય લક્ઝરી-અપર અપસ્કેલ સેગમેન્ટમાં હશે. તે સમયગાળા અપસ્કેલ સેગમેન્ટમાં 24 ટકા, અપર-મિડસ્કેલ સેગમેન્ટમાં 20 ટકા અને મિડસ્કેલ-ઈકોનૉમી સેગમેન્ટમાં 31 ટકા સપ્લાય થવાની શક્યતા છે. એક અહેવાલ અનુસાર, ટોચની 25 શ્રેણી કુલ ઈન્વેન્ટરીના લગભગ 90% પર નિયંત્રણ કરે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2024 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.