ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીની યોજના આ વર્ષના અંત સુધીમાં આઈપીઓ લાવવાની યોજના છે. આ પહેલા કંપની આવતા સપ્તાહ રોકાણકારો સાથે બેઠક કરશે. ન્યૂઝ એજેન્સી રાયટર્સે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. જાણકારીના અનુસાર ઑલો ઈલેક્ટ્રિક 100 કરોડ ડૉલરના આઈપીઓને લઇને આગામી સપ્તાહ બેઠકમાં સિંગાપોર અને અમેરિકાના રોકાણકારો સાથે વાતચીત કરશે. ઈ-સ્કૂટર બનાવા વાળી દિગ્ગજ કંપની આ આઈપીઓ માટે વઝું બજાર નિયામક સેબી (SEBI)ની પાસે ડ્રાફ્ટ ફાઈલ કરશે જેના પર ઓગસ્ટ સુધી મંજૂરી મળી શકે છે. કંપનીની યોજના 60-100 કરોડ ડૉલર આઈપીઓના દ્વારા એકત્ર કરી છે. તેમાં સૉફ્ટ બેન્ક અને ટેમાસેકએ રોકાણ કરી છે.