Capital SFB IPO Listing: આજે બે સ્મૉલ ફાઈનાન્સ બેન્કે ઘરેલૂ શેર બજારમાં એન્ટ્રી કરી છે. બન્ને સ્મૉલ ફાઈનાન્સ બેન્કોએ લિસ્ટિંગના દિવસ રોકાણકારોને નિરાશ કર્યા છે. આ બન્ને બેન્કોની લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈઝ કરતા ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. Capital Small Finance Bank માટે ઇશ્યૂ પ્રાઇસ 468 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આની સરખામણીમાં આ સ્ટૉક 430.25 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટેડ છે.
કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કે આ આઈપીઓના દ્વારા કુલ 523.07 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાં 450 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ પ્રાઈઝ અને 73.07 કરોડ રૂપિયાનો ઑફ ફોર સેલ હતો. સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ 7 થી 9 ફેબ્રુઆરી 2024ની વચ્ચે ખુલ્લો છે. તેના માટે પ્રાઈઝ બેન્ડ 445-468 પ્રતિ શેર પર નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીએ આઈપીઓ ખુલવાથી એક દિવસ પહેલા એન્કર રોકાણકારો પાસેથી 156.92 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
આ બેન્કની શરૂઆત વર્ષ 1999માં કરવામાં આવી હતી. પાછળથી 2015 માં આ બેન્કને નૉન-એનબીએફસી માઇક્રોફાઇનાન્સ બેન્ક માટે લાઇસન્સ મળ્યું છે. અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ કંપનીની મજબૂત પકડ છે. પંજાબના જલંધરમાં આ બેન્કનું હેડક્વૉર્ટર છે. આ સિવાય હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં પણ આ બેન્કનું ઑપરેશન છે.
નાણાકીય વર્ષ 2023 ના અંત સુધી વર્ષના આધાર પર બેન્કની આવકમાં 14.72 ટકા અને નફામાં 45.59 ટકાની ગ્રોથ જોવા મળી છે.