Digikore IPO Listing: ગેમ ઓફ થ્રોન્સ (GoT), થોર (Thor), બ્લેક પેન્થર (Black Panther) અને જુમાનજી (Jumanji) જેવી ફ્રેન્ચાઈઝીમાં વીએફએક્સ સર્વિસેઝ આપવા વાળી ડિજીકોર સ્ટુડિયોના શેર આજે NSEના SME પ્લેટફૉર્મ પર જોરદાર એન્ટ્રી થઈ છે. આ આઈપીઓમાં રિટેલ રોકાણકારોએ જોરદાર પૈસા લગાવ્યા હતા અને તેના માટે આરક્ષિત હિસ્સો 370 ગુણાથી વધું ભરાયો હતો. આઈપીઓના હેઠળ 171 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. ઈશ્યૂમા હેઠળ નવા શેર રજૂ થયા છે અને ઑફર ફૉર સેલ વિન્ડોના હેઠળ પણ શેરોનું વેચાણ થયો છે.
આજે NSE SMEપર તેના 270 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 58 ટકાનુી લિસ્ટિંગ ગેન મળ્યા છે. લિસ્ટિંગ ગેન બાદ પણ અટકી નથી. હલામાં તે 277 રૂપિયાના ભાવ પર છે એટલે કે આઈપીઓ રોકાણકાર 62 ટકા નફામાં છે.
ડિજિકોર સ્ટૂડિયોઝના 30.48 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 25-27 સપ્ટેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. રિટેલ રોકાણકારના દમ પર આ આઈપીઓને રોકાણકારને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. ઓવરઑલ આ આઈપીઓ 281.58 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. તેમાં ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 65.63 ગુણો, નોન-ઈન્સ્ટીટ્યૂશનલનો હિસ્સો 362.65 ગુણો અને રિટેલ રોકાણકારનું હિસ્સો 370.17 ગુણો ભરાયો હતો. આ આઈપીઓના હેઠળ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 1260800 નવા શેર રજૂ થયા છે. તેની સિવાય 521600 શેરોની ઑફર ફોર સેલ વિન્ડોના હેઠળ વેચાણ થયું છે. નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા કરવા, સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યો અને ઈશ્યૂથી સંબંધિત ખર્ચાને પૂરા પાડવામાં કરશે.