FedBank IPO Listing: ફેડરલ બેન્કની સબ્સિડિયીર પણ લિસ્ટ, પરંતુ ડિસ્કાઉન્ટ એન્ટ્રીએ કર્યા નિરાશ | Moneycontrol Gujarati
Get App

FedBank IPO Listing: ફેડરલ બેન્કની સબ્સિડિયીર પણ લિસ્ટ, પરંતુ ડિસ્કાઉન્ટ એન્ટ્રીએ કર્યા નિરાશ

FedBank IPO Listing: ઘરેલૂ માર્કેટમાં પહેલાથી લિસ્ટેડ ફેડરલ બેન્કની NBFC સબ્સિડિયરી ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. તેના અંતિમ દિવસે ઓવરસબ્સક્રાઈબ થયો હતો. આ ઈશ્યૂના હેઠળ નવા શેર રજૂ થયા છે અને ઑફર ફૉર સેલ વિન્ડોના હેઠળ પણ શેરોનું વેચાણ થયું છે.

અપડેટેડ 11:06:41 AM Nov 30, 2023 પર
Story continues below Advertisement

FedBank IPO Listing: ઘરેલૂ માર્કેટમાં પહેલાથી લિસ્ટેડ ફેડરલ બેન્કની NBFC સબ્સિડિયરી ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરોની આજે ઘરેલૂ માર્કેટમાં એન્ટ્રી થઈ છે. તેના આઈપીઓને પણ પહેલા બે દિવસ કઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી અને અંતિમ દિવસ જાઈને તે ઓવરસબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓના હેઠળ 140 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે BSE પર તેના 137.75 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને લિસ્ટિંગ ગેન નહીં મળે પરંતુ તેની રોકાણ લિસ્ટિંગ 1.60 ટકા ઘટી ગયા છે. લિસ્ટિંગ બાદ ઘટાડા વધું વધ્યો છે.

હાલમાં તે 136.20 રૂપિયા પર આવ્યો છે એટલે કે આઈપીઓ હેવ 2.71 ટકા ખોટમાં છે. જો કે એમ્પ્લૉઈઝ નફામાં છે કારણ કે તેમણે દરેક શેર 10 રૂપિયાના ડિસ્કાઈન્ટ પર મળ્યા છે.

Fedbank Financial Services IPOને કેવો મળ્યો હતો રિસ્પોન્સ


ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસના 1092.26 કરોડ રૂપિયાનો આઈપીઓ 22 નવેમ્બરથી 24 નવેમ્બરની વચ્ચે ખુલ્યો હતો. ત્રણ દિવસમાં ઓવરઑલ તે આઈપીઓ 2.24 ગો સબ્સક્રાઈબ થયો હતો. તેમાં ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશન બાયર્સનો હિસ્સો 3.48 ગણો, નોન-ઈન્સ્ટીટ્યૂશન ઈનવેસ્ટર્સનો હિસ્સો 1.49 ગણો, રિટેલ રોકાણકારનો હિસ્સો 1.88 ગણો અને એમ્પ્લૉઈઝનો હિસ્સો 1.34 ગણો ભરાયો હતો.

આઈપીઓના હેઠળ 600.77 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થયા છે. તેની સિવાય 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 35161723 શેરની ઑફર ફોર સેલ વિન્ડોના હેઠળ વેચાણ થયો છે. નવા શેરના દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ ટિયર-1 કેપિટલ બેસને વધારવા અને ઈશ્યૂથી સંબંધિત ખર્યાને ભારવામાં થશે.

Fedbank Financial Services IPOની ડિટેલ્સ

MSME અને સ્વરોજગાર કરવા વાળા લોકોને લોન વેચવા વાળા ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસની માર્ચ સુધીના આંકડાના હિસાબથી દેશના 16 રાજ્યો અને યૂનિયન ટેરિટરીઝના 191 જિલ્લામાં 575 બ્રાન્ચ છે. તેની સૌથી દમદાર હાજર આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનમાં છે. ફેડબેન્કના નાણાકીય સહેતની વાત કરે તો તે સતત મજબૂત છે. નાણાકીય વર્ષ 2021માં તેને 61.68 કરોડ રૂપિયાને નેટ પ્રોફિટ થયો હતો જે નાણાકીય વર્ષ 2022માં વધીને 103.46 કરોડ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 2023 માં વધીને 180.13 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

જો કે આ દરમિયાન લોન પણ વધ્યો છે. નાણાકીય વર્ષ 2021માં તેના પર 4328.09 કરોડ રૂપિયાનું લોન હતો જે નાણાકીય વર્ષ 2022માં વધીને 5016.84 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023માં 7135.82 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ નાણાકીય વર્ષની વાત કરે તો જૂન ક્વાર્ટરમાં તેના 53.88 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થઈ ગઈ છે પરંતુ લોન પણ વધીને 7619.52 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2023 10:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.