Gopal Namkeen IPO Listing: નમકીન કંપની ગોપાલ સ્નેક્સ (Gopal Snacks)ના શેરની આજે ઘરેલૂ માર્કેટમાં ફીકી એન્ટ્રી થઈ છે. આ આઈપીઓને રોકાણકારો તરફથી સારો રિસપોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 9 ગણાથી વધું સબ્સક્રાઈબ થયા હતો. આ આઈપીઓ હેઠળ 401 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયો છે. આજે BSE પર તેના 350 રૂપિયા અને NSE પર 351.00 રૂપિયા પર એન્ટ્રી થઈ છે એકટલે કે આઈપીઓ રોકાણકારને કોઈ લિસ્ટિંગ ગેન નથી મળ્યો પરંતુ 12.71 ટકાની ખોટ થઈ ગઈ છે. જો કે શેર ફરી સંભળી ગયા છે. હાલમાં તે BSE પર 375 રૂપિયા પર છે એટલે કે આઈપીઓ રોકાણકાર હવે 6.48 ટકા ખોટમાં છે. જો કે કર્મચારિયો નફામાં છે કારણ કે તેમણે દરેક શેર 38 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર મળ્યો છે.