ઈવી ચાર્જર મેન્યુફેક્ચરિંગ કંપની એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ લિમિટેડના આરંભિક સાવ્રજનિક પેશકશ (Exicom Tele-Systems IPO)ને રોકાણકારોને જબરદસ્ત ટેકો મળ્યો છે. 27 ફેબ્રુઆરીના પહેલા જ દિવસે આ આઈપીઓ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે બીજા દિવસે આ અંક 27 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આજે એટલે કે ગુરુવારે સવારે 10:30 વાગ્યા સુધી એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ લિમિટેડ 30.60 ટકા ભરાયો હતો. આજે ઈશ્યૂના શેર માટે બોલી લગાવાનો અંતિંમ દિવસ છે. ગ્રે માર્કેટમાં આઈપીઓના શેર 100 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ લિમિટેડ આઈપીઓની રિટેલ રોકાણકારોની શ્રેણીએ 71.61 ગણો સબ્સક્રાઈબ કર્યું છે જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે આરક્ષિત સેગમેન્ટે 64.59 ગણો સબ્સક્રાઈબ થયો છે. પાત્ર સંસ્થાગત ખરીદદારો (QIB)નો હિસ્સો 4.49 ગણો ભરવામાં આવ્યો છે. આઈપીઓ હેઠળ 329 કરોડ રૂપિયાના નવા શેર રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય 100 કરોડ રૂપિયાની કિંમતના 70.42 લાખ ઇક્વિટી શેરની ઑફર ફૉર સેલ (OFS) કરવામાં આવી છે.
135-142 રૂપિયા છે પ્રાઇસ બેન્ડ
એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ લિમિટેડે તેની જાહેર ઓફર માટે 135-142 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે અને ઈન્વેસ્ટર એક લૉટમાં 100 શેરો માટે અને તેના બાદ તેના ગુણાંકમાં શેરોમાં બોલી લગાવી શકે છે. શેરોના અલૉટમેન્ટને 1 માર્ચ શુક્રવારે અંતિમ રૂપ આપવામાં આવશે. ડીમેટ ખાતામાં શેરોના રિફંડ અને હસ્તાંતરણની શરૂઆત 4 માર્ચ સોમવારે થવાની આશા છે. સ્ટૉકની લિસ્ટિંગ 5 માર્ચે થવાની આશા છે.
બે ગણાથી વધું જીએમપી
ગ્રે માર્કેટમાં એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ આઈપીઓના અનલિસ્ટેડ શેર ધૂમ મચાવી રહ્યા છે. આઈપીઓ વોચ મુજબ, આજે આ આઈપીઓના શેર 179 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ છે કે ઈશ્યૂમાં પૈસા લગાવા વાળા 120 ટકા લિસ્ટિંગ ગેન મળી શકે છે. જો કે, તે જરૂરી નથી કે જો કોઈ આઈપીઓના શેર ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છો તો તેના શેર બજારમાં લિસ્ટિંગ પણ પ્રીમિયમ પર થઈ જશે.
બ્રોકરેજે આપી પૈસા રોકાણ કરવાની સલાહ
લાઈવ મિન્ટના એક રિપોર્ટના અનુસાર, મહેતા ઈક્વિટીઝના રિસર્ચ એનાલિસ્ટ રાજન શિંદેએ એક્ઝિકૉમ ટેલિ સિસ્ટમ્સ આઈપીઓને "સબ્સ્ક્રાઇબ" રેટિંગ આપ્યું છે. શિંદે કહે છે કે ઈવી ચાર્જર મેન્યુફેક્ચરિંગમાં જલ્દી એન્ટ્રી અને ઑટોમોટિવ ઓઈએમ્સ અને ચાર્જિંગ સ્ટેશન ઑપરેટર્સની સાથે રણનીતિક ભાગીદારીને કારણે કંપની માર્કેટ લીડરની સ્થિતિમાં આવી છે.
કેજરીવાલ રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના ફાઉન્ડર અરુણ કેજરીવાલ પણ એક્ઝિકોમ ટેલિ સિસ્ટમ્સ આઈપીઓના જોરદાર લિસ્ટિંગ ગેનની આશા છે. કેજરીવાલનું કહેવું છે કે આ ઈશ્યૂને રોકાણકારનો જબરદસ્ત ટેકો મળ્યો છે. જોકે, રિટેલ રોકાણકાર માટે કંપનીના બિઝનેસ મૉડલને સમજવું મુશ્કેલ છે. પરંતુ, તેમ છતાં તેણે લિસ્ટિંગ ગેઈન માટે આ ઈશ્યૂમાં તેના પૈસાનું રોકાણ કરવું જોઈએ.