પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ આજથી એટલે કે 27 ફેબ્રુઆરી 2024થી સબ્સક્રિપ્શન માટે ખુલી ગયો છે. રોકાણકારો 29 ફેબ્રુઆરી સુધી આ માટે અરજી કરી શકે છે. આઈપીઓ ખોલ્યા પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 70.6 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ગ્રે માર્કેટમાંથી પ્રીમિયમના સંકેતો મળી રહ્યા છે. આ શેર 95 રૂપિયાના પ્રીમિયમ પર છે.
કંપનીની 235 કરોડ એકત્ર કરવાની યોજના
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ આ આઈપીઓ માધ્યમથી લગભગ 235 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે, જે સંપૂર્ણપણે 1.37 કરોડ શેરનો એક ફ્રેશ ઇક્વિટી ઈશ્યૂ છે. તેમાં ઑફર ફૉર સેલ શામેલ નથી. આનંદ રાઠીના એનાલિસ્ટે રોકાણકારને લૉન્ગ ટર્મ માટે ઈશ્યૂને સબ્સક્રાઈબ કરવાની સલાહ આપતા કહ્યું કે કંપનીની વેલ્યૂએશન ઉચિત છે. તેમણે કહ્યું છે કે અપર પ્રાઈઝ બેન્ડ પર કંપનીની વેલ્યૂ 25 ગણોના P/e પર છે. ઇક્વિટી શેર રજૂ થયા બાદ માર્કેટ કેપ 939 કરોડ રૂપિયા છે અને નેટવર્થ પર રિટર્ન 61.26 ટકા છે. અમે માનીએ છીએ કે કંપનીનું વેલ્યૂએશન યોગ્ય છે અને અમે આઈપીઓને "સબ્સક્રાઈબ-લૉન્ગ ટર્મ" રેટિંગ આપીએ છીએ.
પ્રાઈઝ બેન્ડ
કંપનીએ આઈપીઓ માટે 162-171 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે પ્રાઈઝ બેન્ડ તક્કી કર્યો છે. રોકાણકારો એક લૉટમાં 87 શેર માટે બોલી લગાવી શકે છે. ઑફરનો લગભગ 50 ટકા ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે વધું 15 ટકા નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ માટે રિઝર્વ છે.
ગ્રે માર્કેટ એક અનઑફિશિયલ ઇકોસિસ્ટમ છે, જ્યાં શેર આઈપીઓમાં અલૉટમેન્ટથી પહેલા કારોબાર શરૂ કરે છે અને લિસ્ટિંગના દિવસ સુધી ચાલુ રહે છે. મોટાભાગના રોકાણકારો લિસ્ટિંગ વેલ્યુનો અંદાજ લગાવા માટે જીએમપી પર નજર રાખે છે.
લિસ્ટિંગ તારીખ
આઈપીઓની શેર અલૉટમેન્ટ 1 માર્ચના રોજ કરવામાં આવશે અને કંપનીના ઇક્વિટી શેરને બીએસઈ અને એનએસઈ પર 5 માર્ચ, 2024 પર લિસ્ટ કરી શકે છે. યુનિસ્ટોન કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આઈપીઓની બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસે પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
શું કરે છે કંપની
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ એક મલ્ટી-પ્રોડક્ટ કંપની છે, જેનો મુખ્ય બિઝેનસ સ્ટેબિલાઇઝર મેન્યુફેક્ચરિંગ છે. તેમના બિઝનેસ સેગમેન્ટ્સમાં પીવીસી સ્ટેબિલાઇઝર્સ, સીપીવીસી એડિટિવ્સ અને લુબ્રિકન્ટ્સનો સમાવેશ થાય છે. કંપની સ્પેશેલિટી કેમિકલ્સમાં પણ છે. તેના અન્ય પ્રોડક્ટમાં પીવીસી પાઈપો, પીવીસી પ્રોફાઇલ્સ, પીવીસી ફીટીંગ્સ, ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ, એસપીસી ફ્લોર ટાઇલ્સ, કઠોર પીવીસી ફોમ બોર્ડ અને પેકેજિંગ મટેરિયલ સહિત ઘણી અન્ય શામેલ છે.
નાણાકીય વર્ષ 2023 માં કંપનીએ 234 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 188.1 કરોડ રૂપિયાથી 24.5 ટકા વધુ છે. આ જ સમયગાળા દરમિયાન પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો નેટ નફો 37.5 કરોડ રૂપિયા રહ્યા હતો, જે નાણાકીય વર્ષ 22 માં રિપોર્ટ કર્યા 17.8 કરોડ રૂપિયથી વધું છે. કંપનીએ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 129 કરોડ રૂપિયાની આવક અને 23 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પ્રાપ્ત કર્યો હતો.