SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસ (SBI Cards and Payment) નો IPO આજે એટલે કે 2 માર્ચે ખુલી ગયો છે અને 5 માર્ચે બંધ થશે. IPO દ્વારા કંપની 10,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. તેની પ્રાઇસ બેન્ડ 750-755 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના શેર્સ 16 માર્ચના લિસ્ટ થવાના છે.
આઈપીઓ રજૂ કરતા પહેલા, 74 એકર રોકાણકારોએ એસબીઆઈ કાર્ડ્સ દ્વારા 2769 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તેમાં સિંગાપોર સરકાર, મૉનેટરી ઑથોરિટી ઑફ સિંગાપુર, HDFC મ્યુચ્યુઅલ ફંડ, ગર્વમેન્ટ પેંશન ફંડ ગ્લોબલ અને બિરલા મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો સમાવેશ થાય છે.
SBI કાર્ડ્સમાં SBI ની ભાગીદારી 74 ટકા અને કાર્લાઇલની પાસે 26 ટકા ભાગીદારી છે. કાર્લાઇલે આ હિસ્સો GE પાસેથી 2017 માં ખરીદ્યો હતો. IPO દ્વારા એસબીઆઈ 4 ટકા ભાગીદારી અને કાર્લાઈલ 10 ટકા ભાગીદારી વેચશે.