મોનો ફાર્માકૅરનો આઈપીઓ સબસ્ક્રિપ્શનના પહેલા દિવસે જ સંપૂર્ણ ભરાયો હતો. ઓફરને 55.20 લાખ ઈક્વિટી શૅર્સની બિડ્સ મળી હતી જ્યારે આઈપીઓ સાઈઝ 53 લાખ શૅર્સ છે. આમ સબસ્ક્રિપ્શન 1.04 ગણુ થયુ હતું.
મોનો ફાર્માકૅરનો આઈપીઓ સબસ્ક્રિપ્શનના પહેલા દિવસે જ સંપૂર્ણ ભરાયો હતો. ઓફરને 55.20 લાખ ઈક્વિટી શૅર્સની બિડ્સ મળી હતી જ્યારે આઈપીઓ સાઈઝ 53 લાખ શૅર્સ છે. આમ સબસ્ક્રિપ્શન 1.04 ગણુ થયુ હતું.
રિટેલ રોકાણકારો માટે જે ક્વોટા હતા તેની સરખામણીએ 2.33 ગણા શૅર્સની ખરીદી કરી હતી. જ્યારે હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) ભાગ 11 ટકા સબક્રાઈબ થયો હતો. પરંતુ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સે (ક્યુઆઈબી) હજી બિડિંગની પ્રક્રિયા શરૂ કરી નથી.
આ ફાર્માસ્યુટિકલ પ્રોડકટ્સ ડિસ્ટ્રીબ્યુટર કંપનીએ માર્કેટ મેકર માટે 2.76 લાખ શૅર્સ રિઝર્વ રાખ્યા છે. પરિણામે નેટ ઈસ્યુ સાઈઝ 50.24 લાખ શૅર્સ છે. આમાંથી 10 ટકા (5,02,400 શૅર્સ) એ ક્યુઆઈબી માટે અનામત રાખ્યા છે. જ્યારે 45 ટકા રિટેલ રોકાણકારો અને એચએનઆઈ માટે પણ 45 ટકા એટલે કે 22,60,800 શૅર્સ અનામત રાખ્યા છે.
અમદાવાદની આ કંપની આઈપીઓના માધ્યમે 14.84 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. આઈપીઓમાં ફક્ત નવા ઈસ્યુનો જ સમાવેશ છે. ઓફરની પ્રાઈસ બેન્ડ શૅરદીઠ 26-28 છે અને સબસ્ક્રિપ્શન 30 ઓગસ્ટના રોજ પુરુ થશે.
આઈપીઓમાંથી એકત્ર થનારા નાણા ભંડોળનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાત પુરી કરવા માટે અને અન્ય કોર્પોરેટ હેતુ અને ખર્ચ પાછળ કરશે. કંપની વિવિધ કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર્સ સાથે કામકાજ કરે છે અને ડીએલએસ એક્સપોર્ટ બ્રાન્ડ અંતર્ગત પ્રોડકટ્સનું વેચાણ પણ કરે છે. 28 ફેબ્રુઆરી સુધીમાં કંપની પાસે 168 ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સ તરીકે હતા, જેઓ 3036 વેન્ડર્સ અને રિટેલ ફાર્મસી સ્ટોર્સ અથવા રિટેલર્સ સાથે જોડાયેલા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.