Netweb Tech IPO Listing: 89 ટકા પ્રીમિયમ પર જોરદાર એન્ટ્રી, આ આઈપીઓને મળ્યો જોરદાર રિસ્પોન્સ
Netweb Tech IPO Listing: સુપર કોમ્પ્યુટર બનાવા વાળી કંપની નેટવેબ ટેકનો આઈપીઓને રોકાણકારોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને હવે આજે તેની સ્ટૉક માર્કેટમાં સફળ એન્ટ્રી કરી છે. આ આઈપીઓ હેઠળ નવા શેર પણ જારી કરવામાં આવ્યા છે અને ઓફર ફોર સેલ હેઠળ શેર પણ વેચવામાં આવ્યા છે. જાણો નવા શેર જારી કરીને એકત્ર કરાયેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે.
Netweb Tech IPO Listing: સુપર કોમ્પ્યુટર બનાવા વાળી કંપની નેટવેબ ટેકનો આઈપીઓને રોકાણકારોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો અને હવે આજે તેની સ્ટૉક માર્કેટમાં સફળ એન્ટ્રી કરી છે. આઈપીઓ રોકાણકારોને તેના શેર 500 રૂપિયાના ભાવ પર રજૂ થયા છે. હવે તેણે માર્કેટમાં 942.50 રૂપિયા પર એન્ટ્રી થઈ છે એટલે કે લગભગ 89 ટકા લિસ્ટિંગ ગેન મળી છે. જો કે લિસ્ટિંગ બાદ શેર થોડો નરમ થયો છે. અને હાલમાં બીએસઈ પર 940.45 રૂપિયા પર છે એટલે કે દરેક શેર પર આઈપીઓ રોકાણકારો 88 ટકા ફાયદામાં છે. જો કે આ આઈપીઓમાં પૈસા લગાવા વાળી આઈપીઓ અને વધું ફાયદોમાં છે કારણ કે તેમણે આ શેર 25 રૂપિયાના ડિસ્કાઉન્ટ ભાવ એટલે કે 475 રૂપિયામાં રજૂ થયો છે.
Netweb Tech IPOને મળ્યો હતો જોરદાર રિસ્પોન્સ
નેટવેબ ટેકનો 631 કરોડ રૂપિયાનો આઈપીઓ 17-19 જુલાઈ સુધી ખુલ્યો હતો. આ આઈપીઓને રોકાણકારોને મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો. ક્લાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો સોતી વધું 220.69 ગુણો, નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સનો હિસ્સો 83.21 ગુણો, રિટેલ રોકાણકારોને 19.48 ગુણો અને કર્મચારિયો કોટા 55.92 ગુણો ભરાયો હતો. આ ઈશ્યૂના હેઠળ 2 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 206 કરોડ રૂપિયાના નવા શેર રજૂ થયા છે અને બાકી 425 કરોડ રૂપિયાના શેરની ઑફર ફૉર સેલ (OFS) વિન્ડોના હેઠળ વેચાણ થયો છે.
હવે નવા શેરોના દ્વારા એકત્ર કર્યા પૈસાનો ઉપયોગ કંપની સર્ફેસ માઉન્ટ ટેક્નોલૉજી લાઈન માટે બિલ્ડિંગ બનાવા અને તેના માટે મશીનરી ખરીદવા અને ઈન્ટીરિયર ડેવપલમેન્ટમાં થશે. તેની સિવાય આ પૈસાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરી કરવા, લોન ચુકવા અને સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યમાં થશે.
Netweb Techના વિષયમાં ડિટેલ્સ
હાઈ-એન્ડ કંપ્યૂટિંગ સૉલ્યૂશન્સ (HCS)ના ક્ષેત્રમાં ભારતની લીડિંગ OEMમાં શુમાર આ કંપની સુપરકંપ્યૂટિંગ સિસ્ટમ, પ્રાઈવેટ ક્લાઉડ અને HCI (હાઈપર-કન્વર્જ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર), ડેટા સેન્ટર સર્વર, એઆઈસિસ્ટમ અને એન્ટરપ્રાઈઝ વર્કસ્ટેશન અને HPS સૉલ્યૂશન્સ પ્રોવાઈડ કરે છે. આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હરિયાણાના ફરીદાબાદમાં છે. તે આઈટીમાં આરએન્ડી અને સુપરકંપ્યૂટિંગ વગેરેને લઇને સરકારી સંસ્થાનોને પણ સર્વિસેઝ આપી છે. તેના બે સુપરકંપ્યૂટિંગ દુનિયાના ટૉપ 500 ની લિસ્ટમાં 10 વખત લિસ્ટ થઈ છે.
કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો તેનો નફો સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020માં તે 3.91 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો હતો જે આવતા નાણાકીય વર્ષ 8.23 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 2022માં 22.45 કરોડ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 2023માં વધીને 46.94 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
રોકાણને લઇને શું છે રિસ્ક
1. કંપનીએ તેના ફૉરન કરેન્સી એક્સપોઝરના સંબંધમાં હેઢિંગ ટ્રાન્ઝેક્શનમાં પ્રવેશ કર્યું છે.
2. નાણાકીય વર્ષ 2023,2022 અને 2021માં કંપનીની કેપિસિટી યૂટિલાઈઝેશન ઓછી હતી.
3. તે તેની આવકનું અધિકાંશ હિસ્સો તેના અમુક પસંદાદાર HCS ઑફરિંગના ઑપરેશનથી પ્રાપ્ત કરે છે.
4. કંપનીનું અધિકાર કારોબાર તેના ટૉપ 10 ગ્રાહકો પર નિર્ભર છે.
5. તે તેના મોટાભાગે રેવેન્યૂ માટે અમુક એપ્લીકેશન ઈન્ડસ્ટ્રીઝ પર નિર્ભર છે.
6. હવે તે આ એપ્લીકેશન ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રાહક ઓછા થયા છે તો તેના બિઝનેસ પર નિગેટિવ ઇફેક્ટ પડી શકે છે.
7. કંપનીને વર્કિંગ કેપિટલની ખૂબ જરૂરત છે અને જો આ પર્યાપ્ત વર્કિંગ કેપિટલ નહીં એકત્ર કરી તો તેના ઑપરેશન પર પ્રતિકૂલ પ્રભાવ પડશે.