ડેનિમ ફેબ્રિક્સ બનાવા વાળી, અમદાવાદની કંપની Shanti Spintexએ 27 ડસેમ્બરે શેર બજારમાં એન્ટ્રી કરી છે. કંપનીના શેર BSE SME પર 76 રૂપિયાની કિંમત પર લિસ્ટ થઈ છે. આ પ્રાઈઝ કંપનીના IPOને અપર પ્રાઈઝ બેન્ડ 70 રૂપિયાથી 8.6 ટકા વધું છે. લિસ્ટિંગના તરત બાદ Shanti Spintexના શેરે 5 ટકાનો વધારો જોવા મળ્યો અને 79.80 રૂપિયા પ્રતિ શેરની કીમત પર અપર સર્કિટ લાગી ગઈ છે. Shanti Spintex IPO 19 ડિસેમ્બરે ઓપન થઈને 21 ડિસેમ્બર બંધ થયો હતો.