Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપનીએ કર્યા નિરાશ, 20 ટકા ડિસ્કાઉન્ટ પર શેરોની માર્કેટમાં થઈ એન્ટ્રી | Moneycontrol Gujarati
Get App

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપનીએ કર્યા નિરાશ, 20 ટકા ડિસ્કાઉન્ટ પર શેરોની માર્કેટમાં થઈ એન્ટ્રી

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપની વિવા ટ્રેડકોમના શેરમાં આજે BSEના SME પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટમાં એન્ટ્રીથઈ છે. નફો તો નથી મળ્યો, ઊલટું નુકસાન થયું. સબ્સક્રિપ્શનની વાત કરે તો રિટેલ રોકાણકારના દમ પર આ ઈશ્યૂ પૂરો ભરાયો અને બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો પાંચ દિવસમાં પણ પૂરો નથી ભરાયો. ચેક કરો નાની લેટેસ્ટ સ્થિતિ

અપડેટેડ 11:12:07 AM Oct 12, 2023 પર
Story continues below Advertisement

Vivaa Tradecom IPO Listing: ટેક્સટાઇલ કંપની વિવા ટ્રેડકોમના શેરમાં આજે BSEના SME પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટમાં એન્ટ્રીથઈ છે. નફો તો નથી મળ્યો, ઊલટું નુકસાન થયું. સબ્સક્રિપ્શનની વાત કરે તો રિટેલ રોકાણકારના દમ પર આ ઈશ્યૂ પૂરો ભરાયો અને બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો પાંચ દિવસમાં પણ પૂરો નથી ભરાયો. આઈપીઓના હેઠળ 51 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયો છે. આજે BSE SME પર તેના 40.80 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે લિસ્ટિંગ બાદ આઈપીઓ રોકાણકતારનું કેપિટલ 20 ટકા ઘટી ગયો છે. હાલમાં લિસ્ટિંગ બાદ શેરોની થોડી રિકવરી થઈ છે પરંતુ હજી પણ આ નબળાઈ સ્થિતિમાં છે. ઘટીને આ 38.76 રૂપિયાના લોઅર સર્કિટ પર આવી ગયો એટલે કે આઈપીઓ રોકાણકાર 24 ટકા ખોટમાં છે.

Vivaa Tradecom IPOમાં રિટેલ રોકાણકારનો હિસ્સો ઓવરરબ્સક્રાઈબ

વીવા ટ્રેડકૉમનો 7.99 કરોડ રૂપિયાનો આઈપીઓ 27 સપ્ટેમ્બર- 4 ઑક્ટોબર શુધી ખુલ્યો હતો. આ આઈપીઓના રોકાણકારને રિસ્પોન્સની વાત કરે તો તે અતંમાં એટલે કે પાંચમાં દિવસે સંપૂર્ણ ભરાયો હતો. ચાર દિવસમાં તે 0.91 ગુણો ભરાયો હતો અને રિટેલ રોકાણકારનો હિસ્સો ચેથા દિવસે 1.61 ગુણો ભરાયો હતો એટલે કે ઓવર સબ્સક્રાઈબ થયો હતો. અતિંમ દિવસે ઑવરઓલ તે 1.81 ગુણો સબ્સક્રાઈબ થયો છે. તેમાં રિટેલ રોકાણકારનો હિસ્સો 2.86 ગુણો ભરાયો હતો. તેના માટે અડધો હિસ્સો આરક્ષિત હતો. જ્યારે બાકી રોકાણકાર માટે આરક્ષિત હિસ્સો માત્ર 0.70 ગુણો ભરાયો હતો.


આઈપીઓના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 15.66 લાખ નવા શેર રજૂ થયા છે. આ શેરના દ્વારા એકત્ર કરેલા પૈસાનું ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરતોને પૂરા કરવા, સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યો અને આઈપીઓના ખર્ચને ભરવામાં થશે.

Vivaa Tradecomના વિશેમાં

વીવા ટ્રેડકૉમ વર્ષ 2010માં બની હતી અને તે કપડા તૈયાર કરે છે. તેના પ્રોડક્ટ લિસ્ટમાં ડેનિમ ફેબ્રિકની સાથે-સાથે પુરુષો અને મહિલાઓ માટે ડેનિમ/કૉટન જીન્સ જેવા રેડીમેડ કપડા તૈયાર કરે છે. હવે કંપની ફર્નીચર ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ થવા વાળી એમડીએફ બોર્ડના કારોબારમાં એન્ટ્રી કરી શકે છે અને તેના માટે કંપનીએ તેની સાથે કંપની રૂશિલ ડેકરની સાથે એગ્રીમેન્ટ પણ કરી લીધું છે. તેના ક્લાઈન્ટ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, લજ્જા પૉલિફેબ, નંદન ડેનિમ, બજાજ ઈંપેક્સ અને રિલાયન્સ રિટેલની સાથે કારોબરી સંબંધ છે.

કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો નાણાકીય વર્ષ 2021માં તેને 6.48 લાખ રૂપિયાનું નેટ લોસ થયો હતો. અને ફરી આવતા નાણાકીય વર્ષ 2022માં તેમાં 44.39 લાખ રૂપિયાનું નેટ નફો થયો પરંતુ આવતા નાણાકીય વર્ષ 2023માં તે ઘટીને 25.48 લાખ રૂપિયા પર આવ્યો છે. છેલ્લા નાણાકિય વર્ષ 2023માં રેવેન્યૂ પણ વર્ષના આધાર પર 247.28 કરોડ રૂપિયાથી ઘટીને 134.02 કરોડ રૂપિયા પર આવી ગયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 12, 2023 10:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.