મુસાફરીને લગતી ઓનલાઈન બુકિંગની સુવિધા આપતી ટ્રાવેલટેક સ્ટાર્ટઅપ કંપની Yatra Onlineનો આઈપીઓ ખુલવાનો છે. યાત્રા ઓનલાઈન આઈપીઓની કિંમત 135 રૂપિયાથી 142 રૂપિયા શેર દીઠ નક્કી કરી છે. તમે આવતી કાલે શુક્રવાર એટલે કે 15 સપ્ટેમ્બરથી આ આઈપીઓમાં બિડ કરી શકો છો. કંપની આઈપીઓ દ્વારા 776 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે.
યાત્રા ઓનલાઈન લિમિટેડએ ઘણા કોર્પોરેટ ગ્રાહકોની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર છે અને ભારતની ત્રીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપની છે. કંપનીએ 2022માં 219 કરોડ રૂપિયાની આવક સામે 2023માં 397 કરોડ રૂપિયાની આવક દર્જ કરી હતી. આઈપીઓ પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર 135 રૂપિયાથી 142 રૂપિયા પર આધારીત છે. યાત્રા ઓનલાઈન આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
ઓછામાં ઓછી કેટલી રકમનું રોકાણ કરવું પડશે?
યાત્રા ઓનલાઇનના આ IPOમાં ઓછામાં ઓછા 105 શેર માટે બિડિંગ કરવાની રહેશે. મતલબ કે એક લોટ માટે 14,910 રૂપિયાનું ન્યૂનતમ રોકાણ કરવું પડશે. ખરેખર, આ આઈપીઓ દ્વારા કંપની 602 કરોડ રૂપિયાની નવી ઇક્વિટી ઇશ્યૂ કરવાની યોજના છે. આ સિવાય, કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરહોલ્ડર્સ પણ ઓફર ફોર સેલ (OFS) દ્વારા 1.218 કરોડ શેરનું વેચાણ કરશે. જો આપણે અપર પ્રાઇસ બેન્ડ પર નજર કરીએ તો આ ઈશ્યૂ સાઈઝ 775 કરોડ રૂપિયા છે.
યાત્રા ઓનલાઇનનો દાવો છે કે તે કોર્પોરેટ ક્લાઇન્ટ્સની સંખ્યાના મામલામાં ભારતની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર છે. આ સિવાય નાણાકીય વર્ષ 2023 માટે ગ્રોસ બુકિંગ રેવેન્યૂ અને ઑપરેટિંગ રેવેન્યૂના મામલામાં પ્રમુખ ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પ્લેયર્સ વચ્ચે ભારતમાં ત્રીજી સૌથી મોટી ઑનલાઇન ટ્રાવેલ કંપની છે. માર્ચ નાણાકીય વર્ષ 2023 સુધી 21,05,600 થી વધુ ટાઈ-અપની સાથે પ્રમુખ ઘરેલૂ ઓટીએ પ્લેયર્સની વચ્ચે આ સિવાય હોટલ અને આવાસ ટાઈ-અપની સૌથી મોટી સંખ્યા છે.