ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનઈએ અમેરિકા અને ઈઝરાયલ સામે વિશ્વના મુસ્લિમ દેશોને એક થઈને લડવાની અપીલ કરી છે. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલે 2 દિવસ પહેલા કતરની રાજધાની દોહા અને યમનની રાજધાની સના પર હવાઈ હુમલા કર્યા હતા. ખામેનઈએ મુસ્લિમ રાષ્ટ્રોને અમેરિકાની નીતિઓથી સાવધ રહેવા અને એકસાથે ઊભા રહેવા જણાવ્યું છે.
ખામેનઈએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, "પ્રાદેશિક સરકારોએ સમજવું જોઈએ કે અમેરિકા વિશ્વાસપાત્ર નથી. તે મુસ્લિમ રાષ્ટ્રોને ફક્ત ઝાયોનિસ્ટ શાસનને ટકાવી રાખવા અને પોતાના સામ્રાજ્યવાદી હિતોને સુરક્ષિત કરવા માટેના સાધન તરીકે જુએ છે. અમેરિકા તેમના ધન અને સૈન્ય બળનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. પ્રદેશની સમસ્યાઓનો ઉકેલ રાષ્ટ્રોની એકતા, મુસ્લિમ સરકારોના સહયોગ અને સામ્રાજ્યવાદી ઉદ્દેશો સામે દ્રઢપણે ઊભા રહેવામાં છે."
دولتهای منطقه بدانند آمریکا قابل اعتماد نیست وبه اینها به چشم ابزار حفظ رژیم صهیونیستی وحفظ منافع استکباری خود درمنطقه نگاه میکند. آمریکا از پول ونیروی اینهابرای مقاصد خود استفاده میکند.
راه حل مشکلات منطقه اتحاد ملتها، دولتهای مسلمان وایستادگی مقابل هدفهای استکباریست.