મુંબઈ માટે નીતા અંબાણીની મોટી યોજના: રિલાયન્સ 2000 બેડની અત્યાધુનિક હોસ્પિટલ બનાવશે, 130 એકર દરિયા કિનારે કોસ્ટલ રોડ ગાર્ડન પણ વિકસાવશે
નીતા અંબાણીએ મુંબઈમાં 2000 બેડની અત્યાધુનિક મેડિકલ સિટી અને 130 એકરમાં કોસ્ટલ રોડ ગાર્ડનની ઘોષણા કરી. જાણો આ મહાયોજના વિશે, જે મુંબઈના હેલ્થકેર અને પર્યાવરણને નવી ઊંચાઈઓ આપશે.
આ મેડિકલ સિટી માત્ર હોસ્પિટલ નહીં, પરંતુ હેલ્થકેર ઇનોવેશનનું કેન્દ્ર બનશે.
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ મુંબઈ માટે બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ઘોષણા કરી છે, જે શહેરના હેલ્થકેર અને પર્યાવરણને નવો ચહેરો આપશે. 29 ઓગસ્ટ, 2025ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં તેમણે મુંબઈમાં 2000 બેડની અત્યાધુનિક મેડિકલ સિટી અને 130 એકરમાં ફેલાયેલા કોસ્ટલ રોડ ગાર્ડનની યોજના જાહેર કરી.
વર્લ્ડ-ક્લાસ મેડિકલ સિટી
આ મેડિકલ સિટી માત્ર હોસ્પિટલ નહીં, પરંતુ હેલ્થકેર ઇનોવેશનનું કેન્દ્ર બનશે. એઆઈ-આધારિત ડાયગ્નોસ્ટિક્સ અને અદ્યતન મેડિકલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, આ સિટીમાં ભારત અને વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટર્સ દર્દીઓને વર્લ્ડ-ક્લાસ સારવાર આપશે. આ ઉપરાંત, મેડિકલ સિટીમાં એક મેડિકલ કોલેજ પણ સ્થાપવામાં આવશે, જે હેલ્થકેર પ્રોફેશનલ્સની નવી પેઢીને તૈયાર કરશે. નીતા અંબાણીએ જણાવ્યું, “આ પ્રોજેક્ટ ભારતને ગર્વ અપાવશે અને વિશ્વ તેની નોંધ લેશે.”
In the heart of #Mumbai, a 2,000-bed #medical city is being set up, which will not be just another hospital, but will have #AI-powered diagnostics and cutting-edge medical technology, disclosed #NitaAmbani, Founder and chairperson of the #Reliance Foundation. pic.twitter.com/WwW1F0S28Q
રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, જે ભારતની ટોચની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ઓળખાય છે, તેણે 10 વર્ષમાં 33 લાખથી વધુ દર્દીઓને સેવા આપી છે. આ નવી મેડિકલ સિટી રિલાયન્સની હેલ્થકેર પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે.
130 એકરમાં ગ્રીન લંગ: કોસ્ટલ રોડ ગાર્ડન
નીતા અંબાણીએ મુંબઈના નાગરિકો માટે 130 એકરમાં ફેલાયેલા કોસ્ટલ રોડ ગાર્ડનની પણ ઘોષણા કરી. આ ગાર્ડન, જેને ‘ગ્રીન લંગ’ તરીકે ઓળખવામાં આવે છે, મુંબઈના દરિયાકાંઠે એક સુંદર સ્થળ બનશે. આ ગાર્ડનમાં ફૂટપાથ, સાયકલિંગ ટ્રેક અને પ્લાઝા હશે, જે ઝાડ-છોડ અને ફૂલોથી શણગારેલા હશે. નીતા અંબાણીએ કહ્યું, “આ ગાર્ડન મુંબઈકરોને તાજી હવા અને સમુદ્રના સૂર્યાસ્તનો આનંદ માણવાની તક આપશે.”