રેલવેની ઐતિહાસિક સિદ્ધિ: પાટાઓ વચ્ચે પ્રથમ વખત સોલર પેનલ, જુઓ તસવીરો!
Solar Panel On Track: ભારતીય રેલવેની નવી શોધ! બનારસ લોકોમોટિવ વર્ક્સે પ્રથમ વખત 70 મીટરના રેલવે ટ્રેક પર 28 સોલર પેનલ લગાવી. આ ગ્રીન એનર્જી પહેલ વીજળી બચત અને પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરશે. જાણો વિગતો અને જુઓ તસવીરો!
ભારતીય રેલવેની આ પહેલ અન્ય ક્ષેત્રો માટે પણ પ્રેરણારૂપ છે.
Solar Panel On Track: ભારતીય રેલવે ફરી એકવાર નવીનતાના શિખરે પહોંચી છે. રેલવે મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બનારસ લોકોમોટિવ વર્ક્સ ખાતે રેલવે ટ્રેકની વચ્ચે દેશનું પ્રથમ 70 મીટર લાંબુ રિમૂવેબલ સોલર પેનલ સિસ્ટમ સ્થાપિત કર્યું છે. આ સિદ્ધિ ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનની દિશામાં એક મોટું પગલું છે.
28 સોલર પેનલ, 15 કિલોવોટની ક્ષમતા
રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, બનારસ લોકોમોટિવ વર્ક્સે 70 મીટરના રેલવે ટ્રેક પર 28 સોલર પેનલ લગાવી છે. આ પેનલોની કુલ ક્ષમતા 15 કિલોવોટ પીક છે. આ સોલર સિસ્ટમ વીજળીની બચત સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપશે.
રિમૂવેબલ સોલર પેનલની ખાસિયત
આ સોલર પેનલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે રિમૂવેબલ છે. રેલવે ટ્રેક પર નિયમિત મેન્ટેનન્સ કામ ચાલતું હોય છે, અને આવા સમયે આ પેનલોને સરળતાથી દૂર કરી શકાય છે અને કામ પૂર્ણ થયા બાદ ફરીથી લગાવી શકાય છે. આ નવીન ડિઝાઇન રેલવેની કામગીરીને અસર કર્યા વિના ગ્રીન એનર્જીનો ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
Indian Railways marks a historic first! Banaras Locomotive Works, Varanasi commissioned India’s first 70m removable solar panel system (28 panels, 15KWp) between railway tracks—a step towards green and sustainable rail transport. pic.twitter.com/BCm2GTjk7O
રેલવે મંત્રાલયે આ પહેલને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ રેલ પરિવહનની દિશામાં મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. આ સોલર સિસ્ટમથી વીજળીનો વપરાશ ઘટશે, ખર્ચમાં બચત થશે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત, રેલવે મંત્રાલયે આ પ્રોજેક્ટની તસવીરો પણ શેર કરી છે, જેમાં ટ્રેકની વચ્ચે લગાવેલા સોલર પેનલ અને તેની ઉપરથી પસાર થતું ટ્રેનનું એન્જિન જોવા મળે છે.
પ્રેરણાદાયી પગલું
ભારતીય રેલવેની આ પહેલ અન્ય ક્ષેત્રો માટે પણ પ્રેરણારૂપ છે. ગ્રીન અને ક્લીન એનર્જી તરફનું આ પગલું ભારતના પર્યાવરણ સંરક્ષણના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે. રેલવેની આ નવીન શોધ દેશના ટકાઉ વિકાસના પ્રયાસોને નવી દિશા આપશે.