Himachal Pradesh Heavy rain: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેના પરિણામે બે નેશનલ હાઇવે સહિત કુલ 400 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. મંડી જિલ્લામાં 221 અને કુલ્લુમાં 102 રસ્તાઓ બંધ થયા છે. રાજ્ય આપાતકાલીન કામગીરી કેન્દ્ર (SEOC) અનુસાર, નેશનલ હાઇવે-3 (મંડી-ધર્મપુર રોડ) અને નેશનલ હાઇવે-305 (ઓટ-સેંજ રોડ) પણ બંધ છે.