US India Tariff Dispute: ટેરિફ વિવાદનો અંત ક્યારે? ભારત-અમેરિકા સંબંધો માટે આજનો દિવસ છે ખુબ જ મહત્વનો
ભારત અને અમેરિકા વચ્ચે 50% ટેરિફ વિવાદ પર આજે દિલ્હીમાં મહત્વની ચર્ચા. બ્રેન્ડન લિંચ અને રાજેશ અગ્રવાલ વચ્ચે વાટાઘાટો શરૂ. ટ્રમ્પ-મોદી વાતચીતની આશા. વેપાર સમજૂતીના લેટેસ્ટ અપડેટ્સ.
ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ આ મીટિંગને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
US India Tariff Dispute: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદને લઈને આજે (16 સપ્ટેમ્બર, 2025) મહત્વની વાતચીત થશે. અમેરિકાના ચીફ ટ્રેડ નેગોશિએટર બ્રેન્ડન લિંચ આજે દિલ્હી પહોંચ્યા છે અને તેઓ ભારતીય કાઉન્ટરપાર્ટ રાજેશ અગ્રવાલ સાથે બિલેટરલ ટ્રેડ ડીલ પર ચર્ચા કરશે. ગયા મહિને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ આ મીટિંગને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના મુખ્ય મુદ્દાઓ હલ કરવાનો સંકેત આપે છે.
વેપાર વાટાઘાટોને ફરી ગતિ
અગાઉ લિંચની ટીમ ગયા મહિને આવવાની હતી, પણ ટ્રમ્પના પ્રતિબંધોને કારણે તે મુલતવી રહી. હવે વાતચીત ફરી શરૂ થઈ છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે વેપાર મુદ્દાઓ પર પોઝિટિવ વાતાવરણ છે અને બંને દેશો સમજૂતી તરફ વધી રહ્યા છે. રાજેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે આ ઔપચારિક રાઉન્ડ નથી, પણ વેપાર વાટાઘાટો પર ફોકસ રહેશે. ભારત અને US વચ્ચે એક મજબૂત એગ્રીમેન્ટ તરફ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ટ્રમ્પના સ્ટેટમેન્ટ પછી આશા જીવંત
આ મીટિંગ ત્યારે થઈ રહી જ્યારે ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કહ્યું કે ભારત અને US વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા વાતચીત ચાલુ છે. તેમણે વધુ કહ્યું કે આવતા અઠવાડિયામાં PM મોદી સાથે ટોક કરશે. યાદ કરો, વર્ષની શરૂઆતમાં બંને લીડર્સે સેપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં બિલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરવાની ડેડલાઇન નક્કી કરી હતી.
50% ટેરિફનું કારણ
વાટાઘાટો સારી રીતે ચાલતા હતા, પણ ભારતે ડેરી, મકાઈ અને સોયાબીન જેવા કૃષિ પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઘટાડવા અને GMO ફૂડની મંજૂરી અંગે ચિંતા દર્શાવી. ત્યારે ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની ઓઇલ અને ડિફેન્સ ખરીદીનો ઇશ્યુ ઉઠાવ્યો, જેના કારણે ઓગસ્ટમાં 25% અને પછી 50% ટેરિફ લગ્યા.
વાટાઘાટોનો દોર ચાલુ
છેલ્લા દિવસોમાં ટ્રમ્પ તરફથી પોઝિટિવ સિગ્નલ્સ આવ્યા છે, જોકે તેમના એડવાઇઝર્સ હજુ ભારત પર પ્રેશર મૂકી રહ્યા છે. સરકાર કોશિશ કરી રહી છે કે પોતાની શરતો પર સ્ટે અને સમજૂતી કરે. સોમવારે પીટર નાવારોએ ભારત પર ક્રિટિસિઝમ કરતા કહ્યું કે નવી દિલ્હી ડીલ કરવા પડતકરી રહી છે. કુલ મળીને, તણાવ છે પણ વાતચીતની હોપ જીવંત છે. બંને લીડર્સ એગ્રીમેન્ટ માટે ઇચ્છુક લાગે છે, પણ કેટલાક પોઇન્ટ્સ પર સહમતિ બાકી છે.