વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કરવા સલાહ આપી.
Nepal protests: નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લાગુ થતાં જનરેશન-ઝેડના યુવાનોએ તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 યુવાનોના મોત થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનાએ નેપાળ સરકારને બેકફૂટ પર લાવી દીધી, અને તેમણે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો.
ભારતની પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "એક નજીકના મિત્ર અને પડોશી દેશ તરીકે, અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો સંયમ રાખશે અને શાંતિપૂર્ણ રીતે સંવાદ દ્વારા મુદ્દાઓનું નિરાકરણ કરશે." મંત્રાલયે નેપાળના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવાની વાત કરી અને યુવાનોના મોતથી ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.
MEA says, "We are closely monitoring the developments in Nepal since yesterday and are deeply saddened by the loss of many young lives. Our thoughts and prayers are with families of deceased. We also wish speedy recovery for those who were injured. As a close friend and… pic.twitter.com/uZE20vvLpt
વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કરવા સલાહ આપી. નોંધનીય છે કે કાઠમંડુ સહિત નેપાળના અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
નેપાળમાં હિંસાનું કારણ
પ્રદર્શન ત્યારે નિયંત્રણ બહાર ગયું જ્યારે પ્રદર્શનકારીઓ નેપાળના સંસદ ભવનમાં ઘૂસી ગયા અને તોડફોડ કરવા લાગ્યા. આ પછી સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો, જેમાં 20 લોકોના મોત થયા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે.
Nepal protest | Spokesperson for the UN Secretary-General says, "The United Nations is following the situation with a lot of concern. It's critical that the authorities, the government, protect and respect the rights of peaceful assembly and freedom of expression. I think… — ANI (@ANI) September 9, 2025
સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને જણાવ્યું કે, "અધિકારીઓએ શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. સુરક્ષા દળોએ બળના ઉપયોગના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ." તેમણે નેપાળ સરકાર અને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ સંવાદ દ્વારા મુદ્દાઓનું નિરાકરણ કરવા અપીલ કરી. નેપાળની આ ઘટનાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે, અને ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય આ મામલે નજીકથી નજર રાખી રહ્યો છે.