અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના સામે તૈયારી - ahmedabad municipal corporation prepares for corona | Moneycontrol Gujarati
Get App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના સામે તૈયારી

તો કોરોનાની દહેશતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

અપડેટેડ 12:15:23 PM Mar 09, 2020 પર
Story continues below Advertisement

તો કોરોનાની દહેશતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે કોરોનાને લઈને એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, AMCએ વાયરસ ન ફેલાય તે માટે જાહેર રસ્તા પર થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે બહારથી અમદાવાદમાં આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 17 હજાર 267 લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં બીજે મેડિકલ કોલેજ ખાતે ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એસવીપી માં ૭ અને સિવિલ માં ૭ શંકા સ્પદ ને એડમિટ કરવામાં આવ્યા છે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાથે જ શહેરમાં વાયરસ જેવી અસર ન થાય તે માટે રસ્તા પર થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. જાહેર રસ્તા પર થૂંકનારાને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 07, 2020 12:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.