નિફ્ટી 11150 ની નીચે બંધ, સેન્સેક્સ 153 અંક તૂટ્યો - closing below the nifty 11150 the sensex fell 153 points | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી 11150 ની નીચે બંધ, સેન્સેક્સ 153 અંક તૂટ્યો

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.40 ટકા અને નિફ્ટી 0.62 ટકાથી નબળા થઈને બંધ થયા છે.

અપડેટેડ 10:36:59 AM Mar 03, 2020 પર
Story continues below Advertisement

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.40 ટકા અને નિફ્ટી 0.62 ટકાથી નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11132.80 પર બંધ થયા છે અને સેન્સેક્સ 38144.02 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 153.27 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 69 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.65 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.68 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.77 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 153.27 અંક એટલે કે 0.40 ટકાના ઘટાડાની સાથે 38144.02 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 69 અંક એટલે કે 0.62 ટકા ઘટીને 11132.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા અને મેટલ શેરોમાં 4.52-0.32 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.96 ટકાના ઘટાડાની સાથે 28868.40 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, એસબીઆઈ, ટાટા સ્ટીલ, ગેલ, હિરો મોટોકૉર્પ, બીપીસીએલ, બજાજ ઑટો અને ઓએનજીસી 3.10-6.65 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, આઈશર મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટેક મહિન્દ્રા 1.36-2.48 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં મહિન્દ્રા સીઆઈઈ, ફોનિક્સ મિલ્સ, ટાટા પાવર, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને જેએસડબ્લ્યુ એનર્જી 7.46-6.53 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એસ્કોર્ટ્સ, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ઈપ્કા લેબ્સ, એલેમ્બિંક ફાર્મા અને માઇન્ડટ્રી 8.64-5.20 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલોકપ શેરોમાં ઈન્ડોકો રેમડિઝ, મેપ ઈન્ફ્રા, આઈનોક્સ લિઝર, વી-માર્ટ રિટેલ અને શ્રીલેધર્સ 14.87-10.82 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ફ્યુચર માર્કેટ, ફ્યુચર એન્ટરપ્રાઇઝ, તેજસ નેટવર્ક્સ, મેજેસ્કો અને દીપક નાઇટરાઇટ 19.80-8.85 ટકા સુધી ઉછળા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2020 3:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.