કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત, ભારતમાં મૃત્યાંક 3 પર પહોંચ્યો - corona care reached dead 3 in india unchanged worldwide | Moneycontrol Gujarati
Get App

કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત, ભારતમાં મૃત્યાંક 3 પર પહોંચ્યો

કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત છે આવી સ્થિતિમાં ભારતમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.

અપડેટેડ 12:52:16 PM Mar 18, 2020 પર
Story continues below Advertisement

કોરોનાનો કેર દુનિયાભરમાં યથાવત છે આવી સ્થિતિમાં ભારતમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 126 પર પહોંચી છે જ્યારે મહારાષ્ટ્રમાં 64 વર્ષીય મહિલાનું મૃત્યુ થવાથી મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે.

કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 126 થઇ. 13 લોકો રિકવર થયા જ્યારે 3ના મૃત્યુ થયા છે. કુલ કેસમાં 104 ભારતીય, 22 વિદેશી સામેલ છે. કોરોનાથી વધુ એક વ્યકિતનું મૃત્યુ થયું. મુંબઇમાં 64 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કુલ કેસ 39 પર પહોંચ્યા. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનને પણ સેલ્ફ ક્વારન્ટાઇન થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી. ફિલિપિન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી કોઇ ફ્લાઇટ ભારત નહીં આવે. 31 માર્ચ સુધી લાગૂ રહેશે રોક. પ્રાઇવેટ લેબ્સને COVID-19 ટેસ્ટની મંજૂરી આપવા પર વિચાર. ICMRમાં પ્રાઇવેટ લેબ્સ ઑપરેટર સાથે થઇ પહેલી બેઠક. NABL મંજૂરી ધરાવતી લેબ્સ જેમ કે લાલ પેથ લેબ્સ, SRLને મંજૂરી આપવા પર વિચાર.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 17, 2020 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.