વિશ્વમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મોડલ તરીકેની ઓળખ ધરાવે છે. રાજ્યની વિજયભાઈ રુપાણી સરકારની સકારાત્મક અભિગમ અને નીતિ નિયમોમાં પારદર્શિતાનું જ પરિણામ છે કે ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ માસમાં જ ઔદ્યોગિક રોકાણમાં ગુજરાત દેશમાં ડંકો વગાડ્યો.
ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સરકારનું સકારાત્મક વલણનું જ એ પરિણામ છે કે ગુજરાત ઐદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વમાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ રેકોર્ડ પર છે. ગુજરાતે રોકાણ માટેના 51 ટકા ઈન્ટસ્ટ્રીયલ આંત્રપ્રિન્યોર્સ મેમોરેન્ડમ એટલે કે IEM મેળવ્યા છે. જે ઐદ્યોગિક ક્ષેત્રે એક નવી સિદ્ધી.
ગુજરાત માટે ગૌરવની વાત છે કે ભારતમાં થયેલ કુલ 6 લાખ 78 હજાર 852 કરોડના મૂડી રોકાણના મેમોરેન્ડમ પૈકી 3 લાખ ૪૩ હજાર ૮૩૪ કરોડના મેમોરેન્ડમ માત્ર ગુજરાતમાં જ થયા છે. તો ચાલુ નાણાકિય વર્ષ 2019-20ના પ્રથમ છ મહિનામાં જ 26 હજાર કરોડના સીધા વિદેશી મૂડી રોકાણ સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું. મતલબ કે દેશમાં થયેલા કુલ ઈન્ડસ્ટ્રીયલ આંત્રપ્રિન્યોર્સ મેમોરેન્ડમમાંથી અડધાથી વધુનું રોકાણ ગુજરાતમાં થયું. જ્યારે આ યાદીમાં બીજા ક્રમે મહારાષ્ટ્ર છે..જેણે 1 લાખ 15 હજાર 277 કરોડના IEM મેળવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઐદ્યોગિક રોકાણમાં ત્રણ ઘણો તફાવત છે. અને એટલે જ ગુજરાતે ઐદ્યોગિક રોકાણમાં રોલ મોડલ તરીકે ઉભી કરી છે.
ગુજરાત દેશની પાંચ ટકા વસ્તી ધરાવતું વિક્સીત રાજ્ય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકાર કાર્યક્ષમતા અને તેમના પ્રયાસોના કારણે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક રોકાણ વધતાં રોજગારીની પણ એટલી જ તક ઉભી થઈ છે. રાજ્ય સરકારની આ જ સિદ્ધીના કારણે ઉદ્યોગપતિઓ રાજ્યના નેતૃત્વના વખાણ કરતા થાક્તા નથી.
રાજ્યમાં મળતી અને સુરક્ષા અને સુવિધાના કારણે જ ગુજરાત ઉદ્યોગકારોમાં રોકાણ માટે હંમેશા પ્રથમ પસંદ રહ્યું છે. વિજયભાઈ રુપાણી સરકારના પ્રયત્નોથી જ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ગુજરાત અન્ય રાજ્યોથી અનેક ઘણુ આગળ છે. ઉદ્યોગો માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટિમથી રોકાણમાં અધધ વધારો થયો છે.
ઉદ્યોગો સ્થાપવા માટે સળતાથી જમીન અને જરુરી પરવાનગી સરળતાથી મળી રહેતી તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે વિક્સીત કરે છે. મેન્યુફેક્ચરીંગ અને ઓટોમોબાઈલ હબ તરીકે ખ્યાતી મેળવી જ છે. સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ આંત્રપ્રિન્યોર્સ મેમોરેન્ડમના કારણે અન્ય સેક્ટરમાં પણ ગુજરાતમાં ઉદ્યોગોનો સર્વાંગિ વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગુડ ગવર્નન્સ અને પીપલ ફ્રેન્ડલી-ઈન્ડસ્ટ્રીયલ પારદર્શી નીતી અમલી બનાવી છે. જે ઉદ્યોગકારોને રાજ્યમાં રોકાણ કરવા સતત પ્રેરિત કરી રહી છે.