એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે યસ બેન્કના ફાઉન્ડર અને પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર રાણા કપૂર વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. જે મામલામાં આજે મુંબઇના એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ઓફિસ પર રાણા કપૂરની પુછપરછ પણ કરવામાં આવી છે. આ સાથે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાણા કપૂરના ઘર પર EDએ દરોડા પણ પાડ્યા છે અને હાલ તપાસ ચાલી રહી છે.
યસ બેન્ક દ્વારા DHFLને આપવામાં આવેલી 3700 કરોડ રૂપિયાની લોન મામલે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે DHFLએ 600 કરોડ રૂપિયાની લોન DO-IT અર્બન વેન્ચર્સને આપી છે જે રાણા કપૂરના પરિવાર દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.
આ સાથે યસ બેન્કે RKW ડેવલપર્સને પણ 750 કરોડ રૂપિયાની લોન આપી છે. તમને જણાવી દઇએ કે RKW ડેવલપર્સ અને DHFL દાઉદના સાગરિત ઇકબાલ મિર્ચીને લોન આપવા મામલે આ બન્ને કંપનીઓ પર તપાસ ચાલી રહી છે.