ઉનાળા પહેલા રાજકોટવાસીઓને CM રૂપાણીએ આપી છે મોટી ભેટ. સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ ભરાશે. જેના કારણે રાજકોટમાં પાણીની સમસ્યા નહીં સર્જાય. આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરાશે. રાજકોટ વાસીઓની ઉનાળામાં પાણી ની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારનો નિર્ણય. હાલ આજી ડેમમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી છે.
કસ્તુરબાધામ, કાળીપાટ ગામના લોકોએ આજી નદીના પટ્ટમાં અવરજવર કરવી નહીં. આજી -૧ ડેમમાં પીવાનું પાણી ભરવા માટે મચ્છુ-૧ સિંચાઈ યોજનામાંથી પાણી ટૂંક ચાલુ કરવામાં આવશે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામની સીમમાં તથા આજી નદીના પટ્ટ તેમજ ચેકડેમમાં 15 તારીખે આવવાની શક્યતા છે.
જેથી કસ્તુરબાધામ તથા કાળીપાટ ગામના લોકોએ નદીના પટમાં અવરજવર નહીં કરવા કે પશુ ન લઈ જવા તેમજ ગામલોકોએ નદીમાં કપડાં ધોવા કે નાહવા ન જવા તાકીદ કરાઈ છે.