RBIના હાથમાં યસ બેન્કનું મેનેજમેન્ટ. 50 હજાર રૂપિયાથી વધુ નાણાં ઉપાડવા પર 3 એપ્રિલ સુધી લગાવી રોક. ATMથી અડધી રાત્રે પૈસા ઉપાડવા લાગ્યા ગ્રાહક.
યસ બેન્કની ખબર બાદ SGX નિફ્ટીમાં આશરે 300 અંકનો મોટો ઘટાડો. યસ બેન્ક પર CNBC-બજારનું અનુમાન એકદમ સાચુ. જે પી મોર્ગન, મેક્વાયરીએ લક્ષ્યાંક ઘટાડી 1 રૂપિયો કર્યું. કહ્યું બેન્કની નેટવર્થ ઓછી. SBI અને અન્ય બેન્કોએ 1 રૂપિયા પર લેવી જોઇએ હિસ્સેદારી.
યસ બેન્કમાં હિસ્સેદારી ખરીદી શકે છે સ્ટેટ બેન્ક. કાલે મોડી રાતે સ્ટેટ બેન્કના બોર્ડે રોકાણની તક શોધવા પર મંજૂરી આપી.
કોરોના મુશ્કેલી વધવાથી કાલે 3 ટકાથી વધુ ઘટ્યા US માર્કેટ. ડાઓમાં 970 અંકોનો ભારે ઘટાડો. એશિયાના બજાર પર નબળા. નિક્કેઈ 2 ટકા નીચે. તો SGX નિફ્ટીમાં 3 ટકાનો ઘટાડો.
કોરોના ચિંતાથી OPECએ બીજા છ માસીકથી રોજ 15 લાખ બેરલ ક્રૂડ પ્રોડક્શન ઘટાડવાનો કર્યો નિર્ણય. હવે રશિયાની મંજૂરીની રાહ. માગ ઘટવાની આશંકાથી 50 ડૉલરની નીચે પહોંચ્યુ બ્રેન્ટ. OMCs, પેન્ટ અને કેમિકલ શૅર્સમાં દેખાશે આજે એક્શન.
સુરક્ષિત રોકાણ માટે સોનાની માગ વધી. કોમેક્સ પર ભાવ 1675 ડૉલર નજીક. એક સપ્તાહની ઊંચાઇ પર કિંમત. MCX GOLDએ બનાવી નવી ઊંચાઇ. રૂપિયાની OPENING પર પણ આજે રહેશે નજર. NDF માર્કેટમાં ડૉલરની સામે 74ને પાર કારોબાર કરી રહ્યો છે રૂપિયો.
Dr Reddys ની મુશ્કેલી વધી. કંપનીના તેલંગાના સ્થિત API પ્લાન્ટ માટે US FDAને 3 અવલોકનો જાહેર કર્યા.
સરકારી બેન્કોના મર્જર માટે સ્વેપ રેશ્યો નક્કી, OBCના એક હજાર શેરના બદલે મળશે PNBના 1150 શેર... ત્યાંજ ANDHRA BANKના 1000ના બદલે UNION BANKના 325 શેર્સ, તો CORPORATION BANKના 1000 શેરને બદલે UNION BANKના 330 શેર. Syndicat bank અને Canera bankનો પણ સ્વેપ રેશ્યો નક્કી.
SBI CARDSના IPOને મળ્યો જોરદાર રિસ્પોન્સ. 22 ગણાથી વધુ SUBSCRIBE થયો. 2 લાખ કરોડથી વધુની બોલિઓ મળી.