કોરોનાની ટુરિઝમ પર અસર - impact on corona tourism | Moneycontrol Gujarati
Get App

કોરોનાની ટુરિઝમ પર અસર

કોરોના વાયરસે ભલે ચીનમાં જ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હોય પરંતુ તેની દહેશતમાં આખું વિશ્વ છે.

અપડેટેડ 11:03:38 AM Mar 05, 2020 પર
Story continues below Advertisement

કોરોના વાયરસે ભલે ચીનમાં જ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હોય પરંતુ તેની દહેશતમાં આખું વિશ્વ છે. કોરોના ડરે હોળીના રંગોને પણ બેરંગ કરી દીધા છે. જે લોકો હોળી રમવાનું પસંદ નહતા કરતા તેઓ રજા પર વિદેશ ફરવા જતા હતા પરંતુ હવે કોરોનાના કારણે લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે.

કોરોના વાયરસનો ડર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. વયારસના કારણે લોકો વિદેશ યાત્રા કરવાનું ટાળી રહ્યા છે. તો કેટલા લોકોને અમુક દેશોમાં જવા પર મનાઈ ફરમાવાઈ છે. જેને લઈ લોકો નિરાશ છે. અને લોકો વિચારી રહ્યા છે કે હોળીની રજામાં ક્યાં જવું. ટ્રાવેલ્સ એજન્સીઓને પણ હાલ ફટકો પડી રહ્યો છે. છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થતા લોકોએ ઘરે પાછા ફરવું પડે છે. તો મુસ્લિમો

તો આ તરફ વડોદરાના છે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રેહતા ચૌહાણ પરિવાર દર વર્ષે ઉનાળું વેકેશનમાં વિદેશમાં ફરવા જતા હોય છે પરંતુ આ વર્ષે જેનાબેન ચૌહાણે વિદેશ પ્રવાસ મોકૂફ રાખ્યો છે કારણ વિશ્વમાં જે રીતે કોરોના વાઇરસને લઇ ચિંતા વધી રહી એવા સંજોગોમાં તેવો કોઈ રિસ્ક લેવા માંગતા નથી,

જેનાબેન ચૌહાણના પતિ સાઉદી અરેબિયા રહે છે દરવર્ષે ચૌહાણ પરિવાર સાઉદી થી બીજા વિદેશ પ્રવાસ આ જતા હોય છે આ વર્ષે તેવો સિંગાપોર જવાનો પ્લાન હતો પરંતુ કોરોના વાઇરસને લઇ તેવો એ તમામ પ્લાનિંગ બાદ પ્રવાસ મોકૂફ રાખ્યો છે.

દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતના વેપાર પર પણ અસર થઈ રહી છે. જે માંથી ગુજરાતનું ટુરીઝમ ક્ષેત્ર પણ બાકાત નથી રહ્યું. નાની મોટી રજાઓમાં વિદેશ ભાગતા ગુજરાતીઓ હાલ વિદેશ ટૂર ટાળૂ રહ્યા છે. રંગીલા રાજકોટવાસીઓ પણ તે માંથી બાકાતા નથી.


હોળીની રજા અને ઉનાળું વેકેશન નજીક આવતા જ ગુજરાતીઓ ઇન્ડિયા કે પછી નજીકના દેશ અને વિદેશોમાં પોતાની ટુર બુક કરાવી લેતા હોય છે પરંતું આ વર્ષે પણ ફરવાના શોખીન લોકોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. લોકો વિદેશ ટૂરના બદલે દેશમાંજ ફરવાનો પ્લાન કરી રહ્યા છે.

ટૂરીસ્ટ વિદેશની યાત્રા ટાળતા ટુરીઝમ અને ટ્રાવેલ એજન્ટો ને મંદીનો માર પડી રહ્યો છે. જે લોકોએ પોતાની ટિકિટ પહેલા બુક કરાવી હતી તેઓ ફ્લાઈટની ટિકિટ અને પોતાની ટૂર કેન્સલ કરાવી રહ્યા છે. જેના લીધે પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. જે રીતે પહેલા લોકોએ વિદેશ પ્રવાસ બુક કરાવ્યો હતો જેમાં વિઝા, હોટલ અને ફ્લાઈટ બુકિંગ કરાવ્યું હતું જે કેન્સલ થતા ટ્રાવેલ એજન્ટ ને પણ નુકશાન શન કરવું પડી રહ્યુ છે.

ફક્ત ટૂરીઝમને જ નહીં પરંતું કોરોના વાયરસે ભારતના હીરા ઉધોગને હચ મચાવી નાખ્યો છે. સમગ્ર વિશ્વમાંથી રફ હીરા પોલીશ થવા માટે ભારત આવે છે. લગભગ 95 ટકા હીરા પોલીશ કરી ભારતમાં તૈયાર કરવામાં આવે છે. એટલેકે દુનિયામાં જે 11 હીરા વેચાય છે એમાંથી 9 હીરા સુરત અને ભારતમાં તૈયાર કરવામાં આવ્યા હોઈ છે. આ વખતે કોરોના વાયરસને કારણે 9 બિલિયન યુએસ ડોલર એટલેકે 45 હજાર કરોડના હીરાના વ્યવસાયને અસર પડી રહી છે. હાલમાં ચાયના અને હોંગકોંગ શર્ટ ડાઉન છે જેને લઇ ભારતનો હીરા ઉધ્યોગ નુકસાની ભોગવી રહ્યો છે.

હવે તો કેટલા વેપારીઓ એવું વિચારી રહ્યા છે કે તાત્કાલિક કોરોના વાયરસ ની સોલ્યુશન નહિ આવે તો અન્ય જગ્યાએ થી વ્યાપારને દિશા આપવાનો વારો આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2020 4:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.