કોરોના વાયરસના કારણે IPL સ્થગિત કરવામાં આવ્યું છે જે 29મી માર્ચથી શરૂ થવાનું હતું. આજે IPLના ગવર્નિંગ કાઉન્સિલ અને ફ્રેન્ચાઇઝી માલિકોની બેઠક ચાલી રહી છે, જેમાં તેઓ આગળની માહિતી આપશે. આ પહેલા દિલ્હી સરકારે દિલ્હીમાં IPLની મેચ ન રમવાની મંજૂરી આપવાની વાત કરી હતી. કર્ણાટકે પણ IPLના મેચ રમાડવા માટે ના પાડી હતી જ્યારે મહારાષ્ટ્રએ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.