Market live: સેન્સેક્સ-નિફ્ટીમાં ઐતિહાસિક રિકવરી, નિફ્ટી બેન્ક 900 અંક વધી - market live sensex-nifty historical recovery nifty bank up 900 points | Moneycontrol Gujarati
Get App

Market live: સેન્સેક્સ-નિફ્ટીમાં ઐતિહાસિક રિકવરી, નિફ્ટી બેન્ક 900 અંક વધી

ઘરેલૂ બજારમાં નિચલી સર્કિટથી માર્કેટ ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર રિકવરી જોવા મળી રહી છે.

અપડેટેડ 03:50:45 PM Mar 13, 2020 પર
Story continues below Advertisement

03:15 PM

HDFC Bank એ કર્ઝ સસ્તા કર્યા છે. બેન્કે લેન્ડિંગ રેટમાં 0.20 ટકા કપાત કરી છે. પીએલઆર, બેઝ રેટમાં 0.20 ટકા કપાત કરી છે. HDFC Bank ના નવા દર આજથી લાગૂ થશે.

02:45 PM

ફર્ટિલાઇઝર કંપનીઓને મોટી રાહત મળતી દેખાય રહી છે. સરકારે 30 વર્ષથી જુના ફર્ટિલાઇઝર પ્લાંટ્સને રાહત આપી છે. સૂત્રોના મુજબ ન્યુ પ્રાઇઝિંગ સ્કીમ (Policy for Modified New Pricing Scheme NPS) હટાવાની કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. 30 થી વધારે ફર્ટિલાઇઝર પ્લાંટને તેનો ફાયદો થશે. ન્યુ પ્રાઇઝિંગ સ્કીમ હટાવાથી ફર્ટીલાઇઝર પ્લાંટ્સને 350/ટન ખર્ચ મળશે. એટલુ જ નહીં ગેસ બેસ્ડ પ્લાંટમાં બદલવા પર વળતર મળશે. ગેસ બેસ્ડ પ્લાંટ બદલાવા પર 150/ટન વળતર મળશે. તમને જણાવી દઈએ કે 2014 માં આ સ્કીમને પારિત કરવામાં આવી હતી પરંતુ ખામીઓના ચાલતા સ્કીમ લાગૂ નતી થઈ શકી.

02:40 PM

DGCA એ નિર્દેશ રજુ કરતા હવાઈ ટિકટ કેંસિલેશન ચાર્જ હટાવાનું કહ્યુ છે. DGCA એ ભારતના બધા આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને નિર્દેશ આપ્યો છે. DGCA કેંસલેશન, રીશેડ્યુલિંગ ચાર્જ હટાવાનું કહ્યુ છે.

02:30 PM

યસ બેન્કના રિવાઇવલનો પ્લાન તૈયાર છે. આરબીઆઈના દખલ આપ્યા બાદ કેટલીક બેન્ક હાલ યસ બેન્કમાં રોકાણ કરવા તૈયાર છે. ઇકોનૉમિક ટાઇમ્સના સમચાર મુજબ આ મામલની સાથે જોડાયેલા ત્રણ લોકોએ જણાવ્યુ કે ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કની સાથે સાથે રાકેશ ઝુનઝુનવાલા, રાધાકૃષ્ણ દમાણી અને અજીમ પ્રેમજી ટ્રસ્ટ યસ બેન્કમાં 1200 કરોડ રૂપિયાથી વધારે રોકાણ કરવાના છે. તેના મુજબ રિઝર્વ બેન્કને જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે તે લોકો મળીને યસ બેન્કમાં 49 ટકા સ્ટેક લેશે. ત્યારે યસ બેન્કમાં SBI ની ભાગીદારી સૌથી વધારે 45 ટકા થશે.

02:15 PM

SPARC પ્રોમોટરે ગિરવી શેર છોડાવ્યા છે. પ્રોમોટરે 1.18% ગિરવી ભાગિદારી છોડાવી છે.

02:05 PM

IOC કંપનીએ 4.25 રૂપિયા પ્રતિ શેર અંતરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

01:56 PM

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો મહામારી ઘોષિત કરતા સ્કૂલ 22 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.

01:20 PM


બજારમાં આજે અત્યાર સુધીની સૌથી મોટી ઈન્ટ્રા ડે રિકવરી જોવાને મળી રહી છે. નિફ્ટીમાં ફરી 10000 ની ઊપર ટ્રેડિંગ થઈ રહ્યુ છે. બજાર દિવસની ઊંચાઈ પર દેખાય રહ્યુ છે. નિફ્ટીના 50 માંથી 46 શેરોમાં તેજી જોવા મળી રહી છે.

01:00 PM

ગ્લોબલ બજારો માંથી રિક્વરી જોવાને મળી રહી છે. ડાઓ ફ્યુચર્સ નીચેથી 1000 અંક સુધર્યા છે. એશિયાઈ બજાર પણ નીચેથી 5 ટકા સુધર્યા છે. લૉઅર સર્કિટ લાગ્યાની બાદી કોરિયામાં 6 મહિના માટે શૉર્ટ સેલિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

12:55 PM

પ્રિંસિપલ ઇકોનૉમિક એડવાઇઝર સંજીવ સન્યાલનું કહેવુ છે કે કોરોના વાયરસની રોકધામ માટે સાચા પગલા ઉઠાવામાં આવ્યા છે. ભારત સરકાર દરેક મુદા પર સર્તક છે. ભારતીય અર્થવ્યવસ્થાના ફંડામેંટલ્સ મજબૂત છે. દુનિયાભરના બજારોના લીધેથી ભારતમાં ઘટાડો જોવાને મળી રહ્યો છે. રોકાણકારોએ ડરવાની જરૂર નથી. સરકાર દરેક સંભવ કોશિશ માટે તૈયાર છે. સરકાર ફિસ્કલ, મૉનિટરી બન્ને બાજુની રાહતની તૈયારીમાં છે.

12:45 PM

બજારમાં શાનદાર તેજી જોવાને મળી રહી છે. સેન્સેક્સ 610 અંક વધીને 33390 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે નિફ્ટી 205 અંકના વધારાની સાથે 9795 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.

12:05 PM

LIC 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી યસ બેન્કમાં 135 કોરડ શેર ખરીદવાની છે. જ્યારે SBI 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી 750 કરોડ શેર ખરીદશે.

11.46 AM

બજારમાં નીચા સ્તરેથી શાન્દાર રિકવરી જોવા મળી છે. જો કે, બજારમાં ઘટાડા સાથે કામકાજ થઇ રહ્યું છે. હાલમાં સેન્સેક્સ 332 અંક ઘટીને 32445.71 ના સ્તરના આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારે, નિફ્ટી 100 અંક તૂટીને 9489 ના સ્તરની આસપાસ જોવા મળી રહ્યો છે. ફાર્મા શેરોમાં સારી ખરીદીને કારણે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં 1 ટકાથી ઝડપી તેજા જોવા મળી રહી છે. મિડ અને સ્મોલ કેપ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

11.15 AM

સરકાર એજીઆર પેમેન્ટ પર ટેલિકોમ કંપનીઓને રાહત આપી શકે છે. સીએનબીસી બજારે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સરકાર કંપનીઓને એજીઆરનું બાકી પેમેન્ટ કરવા માટે 15 વર્ષનો સમય આપી શકે છે. આ સમયગાળા દરમિયાન, ટેલિકોમ કંપનીઓને કોઈ વ્યાજ પણ ચૂકવવું નહીં પડશે

11.05 AM

યસ બેન્કના રીસ્ટ્રક્ચરિંગને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. કેબિનેટે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે, જે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરશે. આ સાથે જ એક્સપોર્ટ માટે ખાસ ઇન્સેટિવ સ્કીમને પણ મંજૂરી મળી ગઇ છે.

11.00 AM

ડૉલર સામે રૂપિયામાં નીચલા સ્તરેથી આવી રિકવરી, એક ડૉલરની કિંમત 74ના સ્તર પાસે પહોંચી, ઇક્વિટી બજારમાં વેચવાલીથી જોવા મળ્યો હતો મોટો  ઘટાડો.

10:51 AM

ઘરેલૂ બજારમાં નિચલી સર્કિટથી માર્કેટ ખુલ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર રિકવરી જોવા મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન માંથી લીલા નિશાનમાં આવી ગયા છે. હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 308.47 અંક એટલે કે 0.94 ટકાના વધારાની સાથે 33086.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 60.90 અંક એટલે કે 0.64 ટકા વધીને 9651.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

10:25 AM

નિફ્ટી પરના નીચલા સર્કિટ ખુલી ગયા છે. ફરી બજાર ખુલ્યા બાદ નિફ્ટીએ નીચેથી 600 અંક સુધાર્યા છે. જો કે બેન્ક નિફ્ટી નીચેથી 1600 અંક સુધર્યો છે. જ્યારે સેન્સેક્સ નીચેથી 1900 અંક સુધર્યો છે.

10:22 AM

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1728.55 અંક એટલે કે 5.27 ટકાના ઘટાડાની સાથે 31049.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 487.80 અંક એટલે કે 5.09 ટકા ઘટીને 9102.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, ફાર્મા અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 8.68-3.68 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 4.35 ટકા ઘટાડાની સાથે 22928.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, યુપીએલ, એનટીપીસી, હિંડાલ્કો, ઓએનજીસી, વેદાંતા, જેએડબ્લ્યુ સ્ટીલ અને ટાઈટન 22.91-9.21 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા પર 2.65 ટકા સુધી વધ્યો છે.

09:25 AM

માર્કેટમાં ભારે વેચવાલી વચ્ચે નીચલી સર્કિટ લાગી. નિફ્ટી નીચલી સર્કિટ વચ્ચે માર્કેટ 45 મિનિટ હોલ્ટ. 12 વર્ષમાં પહેલીવાર નીચલી સર્કિટ લાગી. આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 30,134.19 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 8,624.05 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 9.43 ટકા અને નિફ્ટીમાં 10.07 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 8.04 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 9.19 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 8.41 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 3090.62 અંક એટલે કે 9.43 ટકાના ઘટાડાની સાથે 29687.52 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 966.10 અંક એટલે કે 10.07 ટકા ઘટીને 8624.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 12.96-7.84 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 10.74 ટકા ઘટાડાની સાથે 21397.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, બીપીસીએલ, એચસીએલ ટેક, ગેલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઈન્ડુસઈન્ડ બેન્ક 14.56-20.00 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, ચોલામંડલમ, અદાણી પાવર, ફોનિક્સ મિલ્સ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક 19.98-17.75 ટકા સુધી લપસ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં એશિયન ગ્રેનિટો, જસ્ટ ડાયલ, યુએફઓ મુવિઝ, લ્યુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટીટાગઢ વેગંસ 20-19.97 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સંધવી મુવર્સ, પંજાબ કેમિકલ્સ, રૂચી સોયા, ઓપ્ટિમ્સ ઈન્ફ્રા અને ઈઆઈએચ એસોસિએટ્સ હોટલ 16.71-3.61 ટકા સુધી મજબૂત થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2020 9:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.