કોરોનાને લઇ રાજ્યનું આરોગ્ય વિભાગ સતત એલર્ટ છે. એરપોર્ટ પર સતત તપાસની કામગારી શરૂ છે. તો એરપોર્ટ પર થર્મલ સ્કેનર મશીન પણ મુકાયા છે. વિદેશથી આવતા દરેક પ્રવાસીઓનું સ્ક્રિનિંગ થઇ રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કોરોના વાયરસ અંગે નિવેદન આપતા કહ્યું કે વાયરસને લઇને તંત્ર એલર્ટ છે. કેન્દ્ર તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. સાથે જ ગુજરાત સરકાર પણ આ અંગે જાગૃત છે. તો એરપોર્ટ પર પણ સઘન ચેકિંગ થઇ રહ્યું છે.