બજાર 5-6 દિવસમાં 15-20 ટકા વળતર આપી શકે: મહેરાબૂન ઇરાની - the market can give 15-20 return in 5-6 days | Moneycontrol Gujarati
Get App

બજાર 5-6 દિવસમાં 15-20 ટકા વળતર આપી શકે: મહેરાબૂન ઇરાની

આગળના માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું જિની જેમ્સ કન્સલ્ટન્ટના એમડી એન્ડ સીઈઓ, મહેરાબૂન ઇરાની પાસેથી.

અપડેટેડ 09:54:39 AM Mar 16, 2020 પર
Story continues below Advertisement

સેન્સેક્સ 9.43 ટકા અને નિફ્ટીમાં 10.07 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. આગળના માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું જિની જેમ્સ કન્સલ્ટન્ટના એમડી એન્ડ સીઈઓ, મહેરાબૂન ઇરાની પાસેથી.

મહેરાબૂન ઇરાનીનું કહેવુ છે કે બજારમાં હાલ રોકાણ કરવાની જરૂર છે. બજારમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધા નાના ગાળા માટે રોકાણ કરવું જોઇએ. રોકાણકારોએ રિસ્ક લઇને રોકાણ કરવુ જોઇએ. ભારતીય બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે.

મહેરાબૂન ઇરાનીના મતે રોકાણકારો હાલ રોકાણ કરે તો 12-18 મહિનામાં સારૂ વળતર મળી શકે છે. સારા શેર્સમાં પણ જોરદાર ઘટાડો આવ્યો છે. 1 વર્ષ માટે બાદ એચડીએફસીમાં રોકાણ કરવુ જોઇએ. વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે માર્કેટને ઘણી અસર થઇ છે. જો વૈશ્વિક બજારમાં સુધારો આવે તો એફઆઈઆઈએસમાં ખરીદી દેખાશે.

મહેરાબૂન ઇરાનીનું કહેવુ છે કે બજાર 5-6 દિવસમાં 15-20 ટકા વળતર આપી શકે છે. આરબીઆઈ 50 bpsનો ઘટાડો કરી શકે છે. ટુરિસ્ટ, રિયલ એસ્ટેટ અને બેન્કિંગ સેક્ટરમાં થોડુ સ્લોડાઉન છે. કોરોના વાયરસની અસર અધિગ્રહણ પર થઇ શકે છે. ડીડીટી ઘટાડીને સરકારે સારા પગલા લીધા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 13, 2020 1:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.