આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 0.16 ટકા થી મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11250 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38470.61 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,389.50 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,887.80 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.31 ટકા વધીને 14,571.06 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29 ટકાની મજબૂતીની સાથે 13,591.28 પર બંધ થયા છે.
આજે આઈટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.56 ટકાના વધારાની સાથે 28815.35 ના સ્તર પર બંધ થયા છે. જો કે મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવાને મળી છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 61.13 અંક એટલે કે 0.16 ટકાની મજબૂતીની સાથે 38470.61 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18 અંક એટલે કે 0.16 ટકાની વધારાની સાથે 11269 ના સ્તર પર બંધ થયા છે.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, આઈશર મોટર્સ, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક અને એચયુએલ 2.21-26.96 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, હિંડાલ્કો, ભારતી ઈન્ફ્રાટેલ, રિલાયન્સ અને સિપ્લા 1.71-5.58 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
મિડકેપ શેરોમાં ઓરિએન્ટલ બેન્ક, યુનિયન બેન્ક, હનીવેલ ઑટોમ, આઈડીબીઆઈ બેન્ક અને એબી કેપિટલ 15.27-3.71 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, ઑયલ ઈન્ડિયા, ઈન્ડિયન હોટલ્સ, હેક્ઝાવેર ટેક અને માઈન્ડટ્રી 4.86-3.31 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં ઑરિએન્ટલ બેન્ક, ટીપીએલ પ્લાસ્ટેક, સિન્ડીકેટ બેન્ક, પ્રિકોલ અને વેલસ્પન એન્ટરપ્રાઇઝ 15.27-8.87 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ફ્યુચર લાઈફ, એક્સેલ, એઓવી સર્વિસિઝ, ઓરિએન્ટલ બેલ અને ઝુઆરી ગ્લોબલ 9.85-6.97 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.