રાજ્યમાં આ વર્ષે ઉનાળો રેકોર્ડ તોડશે. આ ઉનાળામાં આકરા તાપ અને ગરમીમાં શેકાવાની તૈયારી રાખજો. દેશમાં ચાલુ વર્ષે ઉનાળો વધુ આકરો રહેવાનું હવામાન વિભાગે પુર્વાનુમાન જાહેર કર્યુ છે.
રાજ્યમાં આ વર્ષે ઉનાળો રેકોર્ડ તોડશે. આ ઉનાળામાં આકરા તાપ અને ગરમીમાં શેકાવાની તૈયારી રાખજો. દેશમાં ચાલુ વર્ષે ઉનાળો વધુ આકરો રહેવાનું હવામાન વિભાગે પુર્વાનુમાન જાહેર કર્યુ છે.
ભારતીય મોસમ વિભાગે ચાલુ વર્ષના ઉનાળાને લઈ પુર્વાનુમાન જાહેર કર્યુ છે. શિયાળા બાદ હવે ઉનાળો કેવો રહેશે તેનુ પુર્વાનુમાન જાહેર કર્યુ છે. દેશમાં ચાલુ વર્ષનો ઉનાળો વધુ આકરો રહેશે. તાપમાન સામાન્ય કરતા અડધોથી એક ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે અને હિટવેવની ફ્રિકવન્સીનું પ્રમાણ પણ વધશે. એટલે કે જે રાજ્યો ગરમ રહે છે. તે વધુ ગરમ રહેશે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આકરી ગરમી પડશે. જ્યારે એપ્રિલ મહિનામાં તો અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.