પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹222 કરોડ શૅર્સ ખરીદ્યા. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ઓપ્શનમાં ₹2080 કરોડ ખરીદ્યા. કોલ અને પુટ બંનેમાં ખરીદારી અને વેચવાલી કરી. સ્ટૉક ફ્યુચર્સમાં ₹593 કરોડ ખરીદ્યા. શૉર્ટ કવરિંગ સાથે ફ્રેશ લૉન્ગ થયા.
નિફ્ટી માટે શરૂઆતી રેન્જ 10290-10650 છે. VIX પર નજર રાખી આ રેન્જમાં ટ્રેડ કરો. જો નિફ્ટી 10500 ઉપર ટકે તો 10565-10650 તરફ વધુ અપ-મુવ દેખાશે. જો નિફ્ટી 10400 નીચે સરકે તો ફરી 10290 પર પહોંચશે. કોઇ પણ બાજુ બ્રેક આઉટ પર આગળ મોટો મુવ ખુલશે. 10290 નીચે બ્રેક ડાઉન પર 10050 પાસે સપોર્ટ છે.
નિફ્ટી બેન્કમાં શરૂઆતી રેન્જ 25900-26800 છે. નિફ્ટી બેન્કમાં 26500 LOC. જેની ઉપર તેજીથી 26800 સુધી પહોંચી શકે છે. જો નિફ્ટી બેન્ક 26500 પર ટકે નહીં તો નીચેની તરફ ટાર્ગેટ 26175-25900. 25900 નીચે 25200 પાસે મજબૂત સપોર્ટ. જો 26800-27000 તુટે તો શૉર્ટ્સ કવર કરો.
સોમવારે ઇન્ડિયા VIX 6 વર્ષની ઊંચાઇ પર બંધ થયો. 2014 લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર આ સ્તર આવ્યા. VIXમાં કરેક્શનથી ઉછાળો ટકશે.