નિફ્ટી માટે 11040-11090 મજબૂત સપોર્ટ: પ્રદીપ પંડ્યા - 11040-11090 strong support for the nifty pradeep pandya | Moneycontrol Gujarati
Get App

નિફ્ટી માટે 11040-11090 મજબૂત સપોર્ટ: પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડ્યાના મતે નિફ્ટી માટે 11040-11090 મજબૂત સપોર્ટ છે. જો આ રેન્જ હીટ થાય તો કોન્ટ્રા બુલિશ ટ્રેડ કરો.

અપડેટેડ 08:56:49 AM Mar 09, 2020 પર
Story continues below Advertisement

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ₹1631 કરોડની વેચવાલી કરી. એફઆઈઆઈએસએ ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ₹172 કરોડની વેચવાલી કરી. કોલ વેચ્યા અને પુટ ખરીદ્યા. સ્ટૉક ફ્યુચર્સમાં ₹2118cr ખરીદ્યા. ગત સપ્તાહના ઘટાડા બાદ ઇન્ડાઇસિસ લાંબાગાળાના સપોર્ટ તરફ છે. ભારે વૉલટાલિટીને કારણે ટ્રેડમાં બંને બાજુ સાવચેતી રાખવી.

નિફ્ટી માટે 11040-11090 મજબૂત સપોર્ટ છે. જો આ રેન્જ હીટ થાય તો કોન્ટ્રા બુલિશ ટ્રેડ કરો. આજે 11175 નીચે વધુ વેચવાલી થશે. આજે નિફ્ટી 11125-11090 પર પહોંચી શકે છે. કોઇ પણ ઉછાળે 11250 પાર થઇ નિર્ણયાત્મક રીતે ટકવા જરૂરી છે. 11250 ઉપર 11360-11390 તરફ ઉછાળો જઇ શકે છે. માત્ર 11390ની ઉપર રિવર્ઝલના પહેલા સંકેત છે. ઇન્ડિયા VIX ઘટે તો જ ઉછાળો ટકશે.

નિફ્ટી બેન્ક માટે 29000-29100 પર સપોર્ટ છે. જો 29250 પર ટકે તો 29550-29600 સુધી ઉછાળો શક્ય. માત્ર 29600ની ઉપર રિવર્ઝલના પહેલા સંકેત છે. 29000 નીચે 28740-28500 તરફ સરકી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2020 9:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.