કોરોના વાયરસની અસર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં યથાવત છે. આ કેરને ધ્યાનમાં રાખતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કોરોના વાયરસ ન ફેલાઇ તે માટે 31 માર્ચ સુધી બધી સ્કુલને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. દિલ્હીમાં એક વ્યક્તિ જેણે થાઇલેન્ડ અને મલેશિયા પ્રવાસ કર્યો હતો.
તે હવે કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ બહાર આવ્યો છે. આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા યુરોપિયન સમિટ માટે બેલ્જિયમનો પ્રવાસ રદ કર્યો છે જે આ મહિનાના અંતમાં નક્કી થયેલો હતો. સાવચેતીના ભાગરૂપે દિલ્હી સરકારે ગઇકાલે બધા સરકારી વિભાગમાં બાયોમેટ્રિક હાજરીની પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે.
ત્યારે કોરોનાને લઇને ગુજરાતવાસીઓ માટે રાહતના સમચારા છે. ગુજરાતમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. આ વાતની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે તે અંગેની પણ આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપી.