દિલ્હી હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. હિંસાનો આ વીડિયો 24 ફેબ્રુઆરીનો છે. ચાંદબાગ વિસ્તારના આ વીડિયોમાં ભીડ પોલીસ પર પથ્થરમારો કરતી નજરે આવી છે. જણાવવામાં આવી રહ્યું કે ભીડના પથ્થરમારાના સમાચાર સાંભળીને DCP અમિત શર્મા ત્યાં પહોંચ્યા હતા પરંતુ ઉપદ્વવીઓએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ભીડની હિંસાને જોતા પોલીસે પાછળ હટવું પડ્યું હતું. પથ્થરમારા વચ્ચે ભીડ તરફથી ફાયરિંગ પણ થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભીડમાંથી કોઇકે કોન્સ્ટેબલ રતન લાલ પર પણ ફાયરિંગ કરી હતી.