કોરોના વાયરસથી ભારતમાં 76 વર્ષીય વ્યક્તિનું પહેલું મૃત્યુ નોંધાયું છે. આ વ્યક્તિ સાઉદી અરબમાં 1 મહિના રહીને 29મી ફેબ્રુઆરીના પરત આવ્યા બાદ હૈદરાબાદ એરપોર્ટ પર તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં કોઇ લક્ષણો મળ્યા ન હતા. પરંતુ ત્યાર બાદ તેમને લક્ષણો આવતા કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ સાબિત થયા હતા. આ સાથે દિલ્હી, કેરળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને લદ્દાખ સહિત દેશના અનેક ભાગોમાં સ્કુલ અને કોલેજ બંધ રાખવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ 78 પર પહોંચ્યા છે જેમાંથી એકનું મૃત્યુ થયું છે.